ટંકારા:ટંકારાના બંગાવડી ગામે મેઘપર જવાના રસ્તે આજે વીજ પોલ ઉપર શોક લાગતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયું છે.
આ મામલે ટંકારા તાલુકાના બંગાવડી ગામના હસમુખભાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે બંગવડી ગામે આવેલ વીજપોલ માં શોક લાગતા રાષ્ટ્રીય પક્ષી મોર નું મોત થયું છે અને આ મામલો ધ્યાનમાં આવતા પીજીવીસીએલના કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી અને પીજીવિસીએલ ની ટીમ દ્વારા ઘટના સ્થળે આવી ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી છે અને ફોરેસ્ટ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.