Thursday, December 26, 2024
HomeGujaratટંકારા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ માટે ચર્ચા શરૂ:પ્રદેશ ભાજપની નિયમાવલી જાહેર થતાં...

ટંકારા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ માટે ચર્ચા શરૂ:પ્રદેશ ભાજપની નિયમાવલી જાહેર થતાં અનેક પ્રમુખ પદના ઇચ્છુકોએ માંડી વાળ્યું!

પ્રદેશ ભાજપે આઠ નિયમો અમલમાં મુકતા અમુક સ્થાનિક નેતાઓની પ્રમુખ પદની હરોળમાંથી બાદબાકી:અડધો ડઝન યુવાન કાર્યકરોએ પ્રમુખ બનવા કાગળિયા તૈયાર કરવા કવાયત હાથ ધરી

- Advertisement -
- Advertisement -

ટંકારા : ટંકારા તાલુકા ભાજપ પ્રમુખની વરણીને લઈને હાલ પંથકના અડધા ડઝનથી વધુ સ્થાનિક નેતાઓના નામ ચર્ચાઈ રહ્યા છે. બીજી તરફ ભાજપે આકરા નિયમો મુકતા અમુક નેતાઓની પ્રમુખ પદની હરોળમાંથી બાદબાકી થઈ ગઈ છે.

હાલ ટંકારા નગરપાલિકાની ચૂંટણી માટેની તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં ટંકારા તાલુકા ભાજપ પ્રમુખની વરણી કરી દેવાનો તખ્તો ઘડાઈ ગયો છે. જો કે આ વખતે પ્રદેશ ભાજપે આઠ નિયમો મુક્યાં છે. જેથી અગાઉ લોબિંગ કરતા અમુક નેતાઓ જેવા કે કલ્યાણપર માજી સરપંચ દિનેશ વાધડીયા અને વિરપરના વર્તમાન સરપંચ નામાંકિત ચહેરો મહેશ લિખિયા સહિતના માટે હવે પ્રમુખ પદ સુધીનું અંતર વધી ગયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

તો બીજી તરફ હાલ તાલુકા ભાજપ પ્રમુખ માટે જબલપુરના મયુર ફેફર, નેસડા ના નિલેશ કાસુન્દ્રા, હડાળા હાલે ટંકારાના ભાવેશ કાનાણી, લજાઈના ગૌતમ વામજા, ટોળના ધેલા ફાંગલીયા,સહિતના આગામી દિવસોમાં પ્રમુખ પદ માટે દાવેદારી કરવાના હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ટંકારા શહેર ભાજપ પ્રમુખની પસંદગી નગરપાલિકાની ચૂંટણી પતે પછી કરવામાં આવે તેવી શકયતા સેવાઈ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!