છેલ્લા બે દિવસમાં સાત પીએસઆઈ અને ૧૧ પોલીસ કર્મીની બદલી કરી ત્યારે આજે ત્રીજા દિવસે ૨૦૮ પોલીસ કર્મીની બદલી:કુલ ૨૨૬ની બદલી
મોરબીમાં SMCના સતત દરોડા ને કારણે સ્થાનિક પોલીસની કામગીરીને લઇને અસંતુષ્ટ થતા મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા હતા જેને પગલે છેલ્લા બે દિવસથી સતત બદલીઓનો દોર ચાલી રહ્યો છે ત્યારે ત્રીજા દિવસે પણ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા મેગા ડીમોલીશન કરવામાં આવ્યું છે જેમાં આજે ફરી મોરબી એલસીબી,એસઓજી,મોરબી જીલ્લાના વાંકાનેર,માળિયાં,મોરબી શહેર એ ડિવિઝન,મોરબી બી ડિવિઝન, વાંકાનેર તાલુકા,હળવદ,વાંકાનેર શહેર જુદા જુદા પોલીસમથકમાં ફરજ બજાવતા કુલ ૨૦૮ પોલીસકર્મીઓની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે.જેને લઇને મોરબી જિલ્લાના તમામ પોલીસ મથકો અને બ્રાન્ચ રીન્યુ કરી નવરચિત જેવો માહોલ સર્જાયો છે અચાનક જ જીલ્લા પોલીસ વડા દ્વારા સતત બદલીઓ કરતા પોલીસબેડામાં ફફડાટ ફેલાવા પામ્યો છે તેમજ એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો આગામી સમયમાં પોલીસ કોઈને હેરાન કરશે અથવા યોગ્ય રીતે ફરજ નહિ બજાવે તો વધુ બદલીઓ પણ કરવામાં આવશે.