અખિલ બ્રહ્માંડધિશ્વર ભગવાન મર્યાદા પુરૂષોતમ શ્રી રામચંદ્ર પરિવાર તથા શિવપરિવારની ભવ્ય દિવ્યાતિ દિવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન સં. ૨૦૮૧, મહાસુદ- ૩ ને શનિવાર તા. ૧-૨-૨૦૨૫ થી મહાસુદ – ૬ ને સોમવાર તા. ૩-૨-૨૦૨૫ સુધી ત્રિ-દિવસીય ભવ્ય પુનઃ પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભગવાન રામચંદ્ર પરિવાર તેમજ શિવ પરિવારની પરમ કૃપાથી સમસ્ત લખધીરગઢ ગામ ખાતે શ્રી રામજી મંદિરનો ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન સં. ૨૦૮૧, મહાસુદ- ૩ ને શનિવાર તા. ૧-૨-૨૦૨૫ થી મહાસુદ – ૬ ને સોમવાર તા. ૩-૨-૨૦૨૫ સુધી ત્રિ-દિવસીય ભવ્ય આયોજન કરાયું છે. જેમાં પ્રતિષ્ઠા મહોત્સવના માંગલ્યોત્સવોમાં પ્રાયશ્ચિત વિધિ – દેહ શુધ્ધી સં. ૨૦૮૧ મહાસુદ- ૨ ને શુક્રવાર તા. ૩૧-૧-૨૦૨૫ ના રોજ યોજાશે. ત્યાર બાદ પ્રથમ દિવસે સં. ૨૦૮૧ મહાસુદ- ૩ ને શનિવાર તા. ૧-૨-૨૦૨૫ સવારે ૮-૦૦ વાગ્યાથી શ્રી ગણપતિપુજન, પુન્યાહવાચન, માતૃકાપુજન, આચાર્યાદિ બ્રાહ્મણપુજન, જલયાત્રા, મંડપ પ્રવેશ, દેવતાસ્થાપન, અગ્નિસ્થાપન, ગૃહસ્થાપન, ગ્રહહોમ, પ્રધાનહોમ, સાયં આરતી પુજન, નિંદ્રાધિવાસ વગેરે વિધિ કરવામાં આવશે. દ્વિતિય દિવસ સં. ૨૦૮૧ મહાસુદ- ૪ ને રવિવાર તા.૨-૨-૨૦૨૫ના સવારે ૮-૦૦ વાગ્યાથી દેવ પ્રબોધન વિધિ, સૂર્યાર્ઘ સ્થાપિત દેવતાનું પ્રાતઃ પુજન, પ્રધાન હોમ, પ્રસાદ વાસ્તુ, શાંતિ પુષ્ટિ હોમ, પ્રધાન હોમ, સાચું પુજન, આરતી વિગેરે, સાંજે શોભાયાત્રા, નગરયાત્રા, સાંજે ધાન્યાનિવાસ અને તૃતિય દિવસ સં. ૨૦૮૧ મહાસુદ- ૬ ને સોમવાર તા. ૩-૨-૨૦૨૫ સવારે ૮-૦૦ વાગ્યે દેવ પ્રબોધનવિધિ, સૂર્યાર્ધ સ્થાપિત દેવતાનું પુજન સવારે ૧૦-૩૦ વાગ્યે દેવસ્વપ્ન મહાઅભિષેક વિધિ, દેવન્યાસ વિધિ, દેવતાઓના સ્વરૂપોનું નિજમંદિર તરફ પ્રયાણ બપોરે વિજય મુહુર્તમાં પ્રાણ સ્ફુરણ ચૈતન્ય મંત્રોનું પઠન, ઉતરપુજન, બલિદાન, શ્રીફળહોમ, મહાઆરતી વગેરે પ્રતિષ્ઠા યજ્ઞની પૂર્ણાહુતિ બલીરે ૩-૩૦ વાગ્યે યજ્ઞ વિરામ કરવામાં આવશે. તેમજ તા. ૧-૨-૨૦૨૫, શનિવારના રોજ રાત્રે ૯-૦૦ વાગ્યે ભવ્ય સંતવાણી જેમાં કલાકાર તરીકે સંતવાણી સમ્રાટ શૈલેષ મહારાજ કોકીલકંઠી બિન્દુબેન રામાનુજ ઉપસ્થિત રહી સંતવાણી કરશે. તેમજ તા. ૨-૨-૨૦૨૫, રવિવાર, સમયઃ રાત્રે ૯-૦૦ વાગ્યે સુદર કાંડ અને તા. ૩-૨-૨૦૨૫, સોમવાર, બપોરે ૧૧-૩૦ વાગ્યે સમાજવાડી, મુ. લખધીરગઢ, તા. ટંકારા ખાતે મહા પ્રસાદ યોજવામાં આવશે. જે કાર્યક્રમ સંતો, મહંતશ્રીઓ તેમજ રાજકીય મહાનુભાવો, સહકારી અગ્રણીઓ, સામાજીક અગ્રણીઓ, સેવાભાવીશઓ, સમાજના શ્રેષ્ઠીઓ અને આગેવાનો ઉપસ્થિત રહેશે. જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દરેક ભકતજનોને ભાવથી આશિર્વાદ લેવા તેમજ “મહાપ્રસાદ” ગ્રહણ કરવા આમંત્રિત કરવામાં આવ્યા છે.