Thursday, March 6, 2025
HomeGujaratટંકારા:હરીપર ગામનાં ચકચારી હની ટ્રેપ કેસમા સંડોવાયેલા આરોપીનો શરતી જામીન પર છુટકારો

ટંકારા:હરીપર ગામનાં ચકચારી હની ટ્રેપ કેસમા સંડોવાયેલા આરોપીનો શરતી જામીન પર છુટકારો

ટંકારા તાલુકાના હરીપર ગામના ઉધોગ ધંધા સાથે સંકળાયેલા યુવાનને મિસ્ડ કોલ મારફતે ફસાવી પ્રપોઝ કર્યા બાદ અપહરણ- દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી મારી રૂપિયા પાંચ લાખ પડાવી લેવાના ચકચારી હનીટ્રેપના ગુન્હામા જેલહવાલે રહેલા ઈસમને સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે.જો કે, અગાઉ આ ગુન્હામા સંડોવાયેલા ચાર વ્યક્તિઓ જામીન મુક્ત થઈ ચુક્યા હતા. વકીલ અને નોટરી અતુલ ત્રિવેદીની દલીલો સેશન્સ કોર્ટે માન્ય રાખી જાત મુચરકા અને શરતી જામીન પર છુટકારો કરવાનો હુકમ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના હરીપર ગામના ઉધોગ ધંધા સાથે સંકળાયેલા અજીત મુળજીભાઈ ભાગીયા નામના યુવાનના મોબાઈલ ફોનમા આવેલા મિસ્ડ કોલથી ગત તા. ૧૭ જાન્યુઆરીએ પરીણીત સ્ત્રીને કારમા મળવા ગયા હતા. ત્યારે એક સ્વીફટ કારમા પાંચ ઈસમોએ અપહરણ કરી દુષ્કર્મ કેસમા ફીટ કરી દેવાની ધમકી મારી રૂપિયા પાંચ લાખ ખંખેરી લીધા હતા. જે હનીટ્રેપ કેસમા સંડોવાયેલ સ્ત્રી સહિતના પાંચ ઈસમો વિરૂધ્ધ ભોગ બનેલા શખ્સે નોંધાવેલી ફરીયાદ બાદ બીએનએસ એક્ટ ૧૧૫(૧), ૩૫૧(૧),૩૦૮(૭),૧૪૦(૩),૬૧ હેઠળ હાલ જેલ હવાલે રહેલા મોરબીના ખેવાળીયા ગામના દિલીપ હંસરાજ કલોલાએ ટંકારાના વકીલ અને નોટરી અતુલ ત્રિવેદી, એન.એલ.વડસોલા (મોરબી), વિવેક પરમાર (ટંકારા) મારફતે મોરબીની સેશન્સ કોર્ટમા જામીન અરજી દાખલ કરી હતી. જો કે અગાઉ આ ગુન્હામાં સંડોવાયેલા ચાર વ્યક્તિઓને જામીન મુક્ત કરી થઈ ચૂક્યાં છે. ત્યારે બચાવ પક્ષના વકીલોની કેસમા અસીલનુ નામ એફઆઈઆરમા નથી માત્ર નિવેદન આધારે ધરપકડ કરવામાં આવી છે. તેવી દલીલો કરતા કોર્ટે દલીલો માન્ય રાખી અને બચાવ પક્ષના પુરાવાઓને ધ્યાને લઈ દિલીપ કલોલાને શરતી જામીન પર છોડવાની દલીલને આધારે શરતી જામીન અને જાત મુચરકાથી જામીન મુક્ત કરતો હુકમ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!