ટંકારા તાલુકાના મિતાણા પ્રભુનગર ગામે પાણીમાં બેસેલ છ ભેંસના વીજશોક ને કારણે મોત થયા છે.જેમાં પીજીવીસીએલ તંત્રના ડેપ્યુટી ઇજનેર સહિતની ટીમે પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરી વડી કચેરીને ધ્યાન દોરવામાં આવ્યું છે.
ટંકારા તાલુકાના મિતાણા પ્રભુનગર ગામે વિજ શોક લાગતા છ ભેંસના ઘટના સ્થળે મોત થયાનો બનાવ સામે આવ્યો છે.વિજ તંત્રની ઘોર બેદરકારીના કારણે માલધારીની છ ભેસ પાણીમાં જ મરણ પામી હોવાનું સામે આવ્યું છે.મિતાણા ચોકડીથી નેકનામ રોડ ઉપર ખાડુ પાણીમાં બેઠું હતું ત્યારે સોટ લાગતા કરમણભાઈ ગાંડુભાઈ મુંધવાની છ ભેંસના મોત થયા છે. ત્યારે ટંકારા પશુ આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો, સ્ટાફ સાથે પીએમ અર્થે પહોચતા મોત વિજ શોકથી થયાનું સામે આવ્યું છે. પીજીવીસીએલ તંત્રના ડેપ્યુટી ઈજનેર સહિતની ટિમે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરી વડી કચેરીને જાણ કરી છે.