ટંકારામાં રહેવાસી પાસેથી મોરબીનાં ગીરીશભાઈ ગડારાએ રૂ. 5,00,000 સબંધના દાવે ઉછીના લીધા હતા. જેની સામે ચેક પણ આપ્યો હતો. જે ચેક વણ ચૂકવ્યે પરત થતાં ફરિયાદીએ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અંતર્ગત ટંકારાના જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ ફ.ક. સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપીને કસુરવાન ઠેરવીને 1 (એક) વર્ષની સાદી કેદની સજા તેમજ રૂ.5,00,000/- (અંકે રૂપિયા પાંચ લાખ પુરા )ફરિયાદીને વળતર પેટે દિન 60માં ચુકવી આપવા હુકમ કરવામાં આવ્યો છે. તેમજ આરોપી વળતરની રકમ ચુકવવામાં કસુર કરે તો આરોપીને વધુ 3(ત્રણ) માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી રહેવાસી ગીરીશભાઈ મગનભાઈ ગડારાએ વર્ષ 2024 માં ટંકારાના શકત શનાળા ગામના રહેવાસી રવિરાજસિંહ કિશોરસિંહ જાડેજા પાસેથી અંગત ઉપયોગ માટે રૂ. 5,00,000/- સંબંધના દાવે લીધા હતા. જે રકમ પરત આપવા માટે ગીરીશભાઈ મગનભાઈ ગડારાએ રૂ 5,00,000/- નો ચેક આપ્યો હતો. જે વણ ચૂકવ્યે પરત થતાં રવિરાજસિંહએ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે ટંકારના માહે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફ.ક. સાહેબની કોર્ટમાં વકીલ રાહુલ ડી ડાંગર મારફતે તા. 29/03/2024 એ ફરિયાદ દાખલ કરી હતી.જે કેસ ચાલી જતાં ટંકારાના જયુડિશિયલ મેજિસ્ટ્રેટે ફ.ક. એસ.જી.શેખ સાહેબએ આરોપીને 1 વર્ષનીની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂ.5,00,000/- નું વળતર 60 દિવસમાં ફરિયાદીને ચુકવી આપવું. જો રકમ ચૂકવવામાં કસુર કરે તો વધુ 3 (ત્રણ) માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.