Sunday, March 23, 2025
HomeGujaratમોરબીના વજેપર ગામના ચકચારી સર્વે નંબર 602 જમીન કૌભાંડ મામલો : કરોડોની...

મોરબીના વજેપર ગામના ચકચારી સર્વે નંબર 602 જમીન કૌભાંડ મામલો : કરોડોની જમીનનો સાચો માલિક કોણ? : સરકાર તપાસ કરે તો જમીન શ્રી સરકાર થાય તેવા સંકેતો

મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી મોરબીના મોજે વજેપર ગામના ગામતળ હેઠળ આવેલ સર્વે નંબર 602 ની કરોડો રૂપિયાની કીમતી જમીનનું કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે જો કે આ કૌભાંડની ચર્ચામાં બીજા કેટલાય કૌભાંડ દબાઈ ગયા હશે એ ઈશ્વર જાણે પણ આપણે આજે આ ચકચારી વજેપરના સર્વે નંબર 602 ની વાત કરવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના મોજે વજેપર ના સર્વે નંબર 602 એ જમીન પંચાસર રોડ પર રોડ ટચ કરોડોની કિંમતની જમીન છે.જેમાં મૂળ પ્રમોલગેશન માં બેચર ડુંગર છે.જો કે આમ જોવા જઈએ તો બેચર ડુંગર દલવાડી છે જેમાં ના તો કોઈ સરનેમ લખી છે ના તો કોઈ નામ વળી બીજું કે આ જમીન માં નવી માપણી પ્રમાણે ઓનલાઈન વર્ષ ૧૯૭૧ માં થઈ ત્યારે [ગોકળ ધના] બેચર ધના છે જેમાં ધના નામ પર લીટો મારી ડુંગર લખી નાખેલ છે અને તારીખમાં પણ ચેડા કર્યા હોય તેવું માલૂમ પ્રાથમિક દ્રષ્ટિએ પડી રહ્યું છે.જો કે હાલ જે બેચર ડુંગર ના વારસદારો પોતાના હોવાનો દાવો કરે છે એ મુજબ તેઓ તેના વારસદારો છે જેના પુરાવાઓ પણ રજૂ કરવામાં આવેલ છે તો સામેના પક્ષે બેચર ડુંગરની એક દીકરી શાંતાબેન મનસુખભાઈ પરમાર એ વારસાઈ કરાવી હતી જો કે સતવારા સમાજની માન્યતાઓ મુજબ ક્યારેય એક સંતાન હોય તેવું બની શકે નહીં જેથી પ્રાથમિક દ્રષ્ટિએ જ શાંતાબેન શંકાના દાયરામાં આવે છે. જ્યારે હાલના જે ફરિયાદી છે તેના વારસદારો દ્વારા વાંધા તકરાર લેતા કેસ પ્રાંત અધિકારી સમક્ષ ચાલ્યો હતો જેમાં પ્રાંત અધિકારી દ્વારા વિસંગતતા અને પુરાવાઓ ધ્યાને રાખી વારસાઈ નોંધ મંજૂર રાખવા આદેશ કર્યો હતો જે બાદ શાંતાબેન દ્વારા આ જમીનની માળિયા મી.તાલુકાના તરઘરી ગામના સરપંચ સાગર અંબારામ ફુલતરિયા ને વેચાણ દસ્તાવેજ થી ગત તારીખ 8 જાન્યુઆરી 2025 ના રોજ વહેંચી હતી.

આ વેચાણ દસ્તાવેજ પહેલા જ પ્રાંત અધિકારી એ કરેલ હુકમ સામે વાંધો લઈ અને સામેના બેચર ડુંગર નકુમના વારસદારો દ્વારા આ જમીન વર્ષોથી તેઓ વાવે છે તેવા પુરાવાઓ સાથે દીકરા દીકરીઓ મળી કુલ 32 વ્યક્તિઓના કુલમુખત્યાર દરજ્જે ભીમજીભાઈ બેચરભાઈ નકુમ દ્વારા અપીલ દાખલ કરવામાં આવી હતી આમ છતાં આ જમીન વેચાણ થતા મામલો ગરમાયો હતો અને બાદમાં મોરબીના જાગૃત વ્યક્તિ કે ડી પંચાસરા ઉર્ફે લંકેશ દ્વારા આ સમગ્ર કૌભાંડની અરજી કરતા તપાસ મોરબી ડીવાયએસપી પી એ ઝાલાને આપવામાં આવી હતી તેઓએ પણ આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરી તથ્ય મેળવ્યા હતા ઘણા બધા પુરાવાઓ શાંતાબેન ખોટા હોય તેવો ઈશારો કરતા પુરાવાઓ પણ મેળવ્યા હતા બાદમાં આ તપાસ મોરબીના એસસીએસટી સેલના ડીવાયએસપી વી બી દલવાડીને આપવામાં આવી હતી જો કે આ તપાસમાં જુદા જુદા અનેક નિવેદનો જોડવામાં આવ્યા હતા લાંબી તપાસ બાદ આ જમીન કૌભાંડ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતા મોરબી એ ડિવિઝન ખાતે ડીવાયએસપી વી બી દલવાડીની રાહબરી હેઠળ ગત તારીખ 15/01/2025 ના રોજ શાંતાબેન મનજીભાઈ પરમાર ની સાચી ઓળખ અને રહેણાંક એડ્રસ પોલીસે શોધી શાંતાબેન અને સાગર અંબારામભાઈ ફુલતરીયા એમ બે વ્યક્તિઓ વિરુદ્ધ ખોટા મરણના દાખલા ઊભા કરી અને વારસાઈ પાડી દસ્તાવેજ કરી લીધાનો ભારે કલમો ગુનો નોધાયો હતો જેમાં પોલીસ તપાસ હાલ ચાલુ છે ત્યારે આ કૌભાંડ છે અને મરણના દાખલા મોરબી નગરપાલિકા કચેરી નોંધાયા જ નથી તો આ દાખલા કોણે કઢાવ્યા ? અને આ કોઈ જગ્યા એ પ્રિન્ટ થયા છે ? આ પ્રશ્નો મોટા છે.પરંતુ ક્યાંકને ક્યાંક આ જમીન માં ફરિયાદી અને આરોપીઓ બંનેની વાત કરવા જઈએ તો આ જમીન ની મૂળ પ્રમોગેશન માં જ નોંધ નંબર 1047 શંકાના ઘેરામાં છે.

આ નોંધ વહીવટી તંત્ર દ્વારા ધ્યાનમાં લેવામાં આવે તો આમાં બેચર ડુંગરની જમીન હતી જ નહીં તેવું આ નોંધ મુજબ સ્પષ્ટ પણે ફલિત થાય છે. આ નોંધ માં [ગોકળ ધના] બેચર ધના છે એટલે કે રેવન્યુ ભાષા મુજબ ગોકળ ધના ને જોડતો પરિવાર જેમાં કોઈ સરનેમ કે કોઈ ઓળખ લખેલ નથી દલવાડી છે કે અન્ય ગ્યાતિ તેનો પણ સ્પષ્ટ પણે ઉલ્લેખ નથી પરંતુ બેચર ધના ની જગાએ ધના ના નામ પર આડો લીટો મારી ડુંગર કરેલું સ્પષ્ટ દેખાય છે જો કે આવી ઘણી ભૂલો જે તે સમયે થઈ જતી પરંતુ તે સમયે નીચે શેરો મારી આ ભૂલ થઈ તેનો.ઉલ્લેખ કરવામાં આવતો પંરતુ આ નોંધમાં આ ઉલ્લેખ પણ ક્યાંય નથી સાથે સાથે નીચે તારીખ માં પણ ચેડા કર્યા હોય તેવું સ્પષ્ટ પણે જોવા મળે છે ત્યારે આ જમીન ખરેખર બેચર ધના ના વારસદારો ની હોય તેવું પણ બની શકે છે પરંતુ હાલ કોઈ તેવાં વારસદારો સામે આવેલ નથી ઘણા પરિવારો ૧૯૭૯ પૂર હોનારત માં પૂર્ણતઃ વિનાશ પામેલ છે ત્યારે આવા જમીન કૌભાંડો આ માટે અવકાશમાં આવે છે જો કે આ જમીન કૌભાડ પાછળ ની માસ્ટર માઈન્ડ ટીમે કોરોના કાળ દરમ્યાન લોકડાઉન નો લાભ લઈ અને મોરબીની જુદી જુદી સર્વે નંબર વાળી ખુબજ કીમતી આવી પાંચ થી સાત મિલ્કતો ને ઠેકાણે પાડી દીધી હોવાની ચર્ચા પણ જોરશોરથી છે ને આ તમામ મિલકતો કરોડો રૂપિયાની કિંમતનાની હોવાની જાણવા મળેલ છે. જેમાં અમુક કૌભાંડો પર ધૂળ પણ ચડી ગઈ હોવાનું મનાઈ રહ્યું છે પરંતુ રેવન્યુ ની મેટર હમેશા જ્યારે ઉખેડો ત્યારે તાજી જ હોય છે કેમ કે લખેલું વંચાઈ છે ત્યારે આમ પણ જે નોંધ નંબર 1047 જિલ્લા વહીવટી તંત્ર ફંફોરે તો આ જમીન પણ શ્રી સરકાર થાય તેવી પ્રબળ શકયતાઓ છે .

બેચર ધનામાંથી બેચર ડુંગર કરેલ નોંધ નંબર 1047

હાલ આ સર્વે નંબર 602 ચકચારી પ્રકરણ છે જેમાં મોરબી સિવિલ કોર્ટ થી લઇ હાઈ કોર્ટ જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારી માં અને હવે મોરબી પોલીસ માં તપાસ હેઠળ છે જેમાં પોલીસે પણ પુરાવાઓ બાદ જ ગુનો નોંધ્યો હશે પરંતુ આ કૌભાંડ માં કોણ કોણ છે આ ગેંગ મોરબીની છે કે પછી રાજકોટ અને કચ્છ ની તેની તપાસ જરૂરી છે.

આ તપાસ મામલે મોરબીના ધારાસભ્ય દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ લેખિત મૌખિક રજૂઆતોનો દોર ચલાવ્યો છે પરંતુ આગામી સમયમાં દૂધનું દૂધ પાણી નું પાણી થાશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી હાલ આ ફરિયાદી બેચર ડુંગર નકુમ ના વારસદાર દ્વારા ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે ત્યારે આરોપીઓ પણ પોલીસ પકડથી દૂર છે જો જીલ્લા કલેક્ટર દ્વારા યોગ્ય તટસ્થ તપાસ કરવામાં આવે તો આમ જૂની જમીનો ના કૌભાડ માં પણ મોરબી ના મોટા માથાઓના તપેલા ચડે તેવી ચર્ચાઓ પણ જોર શોરથી ચાલી રહી છે જેમાં આ જમીનો ને લઈને ભૂતકાળમાં રૂપિયાની લેતીદેતી મામલે પણ આક્ષેપો પ્રતિ આક્ષેપોની વણઝાર થઈ હતી પરંતુ જ્યારે સત્ય સામે આવે છે ત્યારે હંમેશા જેવું વિચાર્યું ના હોય તેવું સામે આવે છે આ જમીન કૌભાડ ની સ્થિતિ પણ એવી જ છે દિખતા કુછ ઔર હૈ ઔર હોતા કુછ ઔર હૈ પણ ટૂંક સમયમાં જ આ કલાકારો પરથી પડદો ઉઠે તેવી માંગ પણ જાગૃત નાગરિક કે ડી પંચાસરા ઉર્ફે લંકેશ દ્વારા અરજી કરી કરવામાં આવી છે જેની રજૂઆત માં તથ્ય હોય તેમ મહદ અંશે સફળતા મળી છે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!