24 માર્ચ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ટીબી મુક્ત અભિયાન હેઠળ ટંકારા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જેમાં લોકોના આરોગ્ય સુખાકારી માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. જેમાં ટીબી અંતર્ગત ક્વોલિટી યુક્ત નિદાન અને સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ટીબીના દર્દીઓની સરકાર દ્વારા સામુહિક ચિંતા કરી તેમને નીક્ષય પોષણ યોજના અંતર્ગત મળતી રકમમાં વધારો કરવામાં આવ્યો છે. સાથે સાથે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત લોકલ દાતાઓના સહયોગથી ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને પોષણયુક્ત આહાર માટે ન્યુટ્રિશિયન કીટ પણ આપવામાં આવે છે…..
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લોકોના આરોગ્ય અને સુખકારી માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમજ સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અને સારવાર બાબતે લોકોને જાગૃત કરાયા હતા. ટંકારા તાલુકામાં વર્ષ 2024માં 45 ગ્રામ પંચાયતમાંથી 14 ગ્રામ પંચાયત ધારા ધોરણ મુજબ વેરિફિકેશન થયા બાદ ટીબી મુક્ત જાહેર કરાયા હતી. જે જાહેર થયેલ ટીબી મુક્ત પંચાયતના સરપંચોને કાર્યક્રમમાં આમંત્રિત કરી તેઓને સરકાર દ્વારા નિર્ધારિત થયેલ ગાંધીજીની પ્રતિમા અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે તાલુકા પંચાયત ટંકારાના ઉપપ્રમુખ ચાર્મિબેન ભાવિનભાઈ, સેજપાલ લજાઈ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. સૃષ્ટિબેન ભોરણીયા, તાલુકા હેલ્થ સુપરવાઇઝર હિતેશ કે પટેલ, ટીબી સુપરવાઇઝર પ્રતીક દેવમુરારી ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમનું સંચાલન તાલુકા હેલ્થ ઓફિસના સ્ટાફ વર્ષાબેન ગોસ્વામી, લક્ષ્મણભાઈ ચાવડા, અક્ષય ગોસ્વામી તેમજ કાજલબેન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.