હિંદુ ધર્મમાં હનુમાનજી જન્મોત્સવ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. બજરંગબલીની ધાર્મિક પૂજાનું ખુબ મહત્વ છે. હનુમાનજીના ભક્તો પણ આ દિવસે વ્રત રાખે છે.ત્યારે મોરબીનાં મોટા રામપર ગામે હનુમાનજી જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.
ટંકારાના મોટા રામપર ગામે બિરાજતા સ્વયંભૂ શ્રી નારીચાણીયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાનજી જન્મોત્સવ ચૈત્ર સુદ પૂનમને શનિવાર તા.12/4/2025ના રોજ હર્ષ ઉલ્લાસ સાથે ધામ ધુમપુર્વક ઉજવવામાં આવશે. જેમાં યજ્ઞ, બટુક ભોજન, બ્રહ્મ ચોરાસી તથા સમૂહ મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવ્યું છે. તો દરેક ગામજનો, સેવકગણ, તથા ધર્મ પ્રેમી જનતાને દર્શન તથા મહા પ્રસાદનો લાભ લેવા આયોજકો દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે યજ્ઞ સવારે સાત વાગ્યે, બટુક ભોજન સવારે નવ વાગ્યે, બ્રહ્મ ચોરાસી તથા સમૂહ મહા પ્રસાદ બપોરે અગ્યાર કલાકે યોજવામાં આવ્યું છે. આ આયોજન ગામજનો તથા સેવક ગણ તથા ધર્મ પ્રેમી જનતાને દર્શન કરવા તથા પ્રસાદ લેવા પધારવા જગ્યાના મહંત ભરતદાસબાપુ કુબાવત દ્વારા જાણવામાં આવ્યું છે.