ટંકારાના સર્કિટ હાઉસ નજીક લતીપર રોડ પર આવેલ નવનિર્મિત તાલુકા કોર્ટ બિલ્ડિંગ ન્યાય મંદિરનું ઉદઘાટન સમારોહ તા. ૧૦ એપ્રિલને ગુરુવારના રોજ સવારે ૦૯:૩૦ વાગ્યે યોજાશે. જેમાં ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ, મોરબી મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સહિતના જજ સાહેબ ઉપસ્થિત રહેશે.
મોરબી જિલ્લાની ટંકારા ખાતે નવનિર્મિત તાલુકા કોર્ટ બિલ્ડિંગ ઉદઘાટન સમારોહ તા. ૧૦ એપ્રિલને ગુરુવારના રોજ સવારે ૦૯:૩૦ વાગ્યે યોજાશે. ટંકારાના સર્કિટ હાઉસ નજીક લતીપર રોડ નવું તાલુકા કોર્ટ બિલ્ડિંગ ન્યાય મંદિરનું ઉદઘાટન જસ્ટિસ બીરેન એ. વૈષ્ણવ કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ, ગુજરાત હાઈકોર્ટ અને દિલીપ પી. મહીડા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ, મોરબી દ્વારા કરવામાં આવશે. તેમજ એસ. જી.શેખ પ્રિન્સીપલ સિવિલ જજ એન્ડ J.M.F.C. ટંકારા, એસ.બી. ભાગીયા ટંકારા બાર એસોસીયેશન પ્રમુખ ઉપસ્થિત રહેશે.