Wednesday, April 16, 2025
HomeGujaratટંકારામાં રૂ. ૧૦.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત ન્યાયમંદિર હાઈકોર્ટના ચિફ જસ્ટિસના હસ્તે ખુલ્લુ...

ટંકારામાં રૂ. ૧૦.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત ન્યાયમંદિર હાઈકોર્ટના ચિફ જસ્ટિસના હસ્તે ખુલ્લુ મુકાયુ

વિવિધ સુવિધાઓ સાથે ૯૦૦૦ ચો.મી. પરિસરમાં નિર્માણ પામેલ કોર્ટ બિલ્ડિંગનું શાસ્ત્રોકત વિધિ સાથે લોકાર્પણ કરાયું

- Advertisement -
- Advertisement -

ટંકારામાં ન્યાયાલયનાં પોતાનાં કોર્ટ બિલ્ડીંગનું નિમાર્ણ થતા તા. ૧૦ એપ્રિલ ગુરૂવારે હાઈકોર્ટના ચીફ જસ્ટીસ બિરેન વૈશ્ર્ણવજીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

રૂ. ૧૦.૨૦ કરોડના ખર્ચે કુલ ૯૦૦૦ ચો.મી.ના વિશાળ કોર્ટ પરીસરમાં કોર્ટનું બિલ્ડિંગ આરસીસી સ્ટ્રકચરમાં ૨૨૫૬ ચો.મી.માં નિર્માણ પામ્યું છે. અહીં સ્ટાફ રૂમ, રેકર્ડ રૂમ ઉપરાંત એડવોકેટ્સને બેસવાની વ્યવસ્થા સાથે નવું ન્યાય મંદિર આકાર પામ્યું છે. જેનું હાઈકોર્ટના ચિફ જસ્ટિસશ્રીની ઉપસ્થિતિમાં શાસ્ત્રોકત વિધિ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મસ્થળની પણ મુલાકાત લીધી હતી.

આ લોકાર્પણ પ્રસંગે મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, મોરબી નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, ડિસ્ટ્રીકટ જજ દિલીપભાઈ મહિડા, મોરબી જિલ્લા સેન્સસ જજ કમલ પંડ્યા, ડીવાયએસપી સમીર સારડા, મામલતદાર પી.એન.ગોર, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, આર્યસમાજ સંસ્થાના આચાર્ય રામદેવ શાસ્ત્રી, ગુરૂકુળના ઋષિકુમારો તથા બાર એસોસિયેશન-ટંકારાના પ્રમુખ સંજયભાઈ ભાગીયા સહિતના વિવિધ હોદ્દેદારો અને મોરબી વકિલ મંડળના પ્રમુખ સી.પી. સોરીયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!