ટંકારા પંથકમાં PGVCL દ્વારા સ્માર્ટ મીટર નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ટંકારાના વેપારીઓ અને ગ્રામલોકો સાથે એકત્રિત થઈ PGVCL કચેરી ખાતે રજૂઆત કરી સ્માર્ટ મીટર નહિ લગાડવાની રજૂઆત કરવામાં આવી છે. તેમજ આમ આદમી પાર્ટી દ્વારા પણ લોકોને સ્માર્ટ મીટર ન લગાડવા જાગૃત કરવામાં આવ્યા હતા.
ટંકારા ગામમાં P.G.V.C.L સ્ટાફ દ્વારા સ્માર્ટ મીટરની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ટંકારા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા P.G.V.C.કચેરી ખાતે રજૂઆત કરી ટંકારાની પ્રજાને જગૃત કરી સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો છે. અને લોકોને સ્માર્ટ મીટર ન નાખવાની સલાહ આપવામાં આવી છે. તેમજ ટંકારાના વેપારી મિત્રો, ગ્રામ લોકોએ સહકાર આપી સ્માર્ટ મીટર ન નાંખવા રજૂઆત કરી હતી. આ તકે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, ટંકારા તાલુકા પ્રમુખ નરોતમભાઈ, દિવ્યેશભાઈ, શહેર પ્રમુખ પ્રકાશભાઈ દુબરીયા, ટંકારા તાલુકા વેપારી સેલ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ કક્કડ તેમજ ટંકારા ગ્રામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.