મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી મોરબી નવા બસ સ્ટેન્ડ માં કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવાથી નાના ધંધાર્થીઓ ની સ્થિતિ બિચારા જેવી થઈ ગઈ છે.એક બાજુ આવા નાના ધંધાર્થીઓ ઉછીના પાછીના કરી અને ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે જ્યાં ધંધો સેટ થયો કે તુરંત જ નવા બસ સ્ટેન્ડનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો અને હવે જે કંપની કોન્ટ્રાક્ટ માં હતી તેને જે રૂપિયામાં ભાડે કોન્ટ્રાક્ટ હતો તેના કરતા ઓછા ભાડે કોન્ટ્રાક્ટ રાખવાની ઇચ્છા હોવાથી ફરી ટેન્ડર થયું છે અને જેમાં આઠ થી વધુ લોકોએ ટેન્ડર ભર્યા છે જો કે કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હોવા છતાં હજુ સુધી આ જૂના કોન્ટ્રાક્ટમાં ભાડે રાખવામાં આવેલ કોઈ દુકાનમાંથી બોર્ડ દૂર કરવામાં આવેલ નથી એટલું જ નહીં એસટી વિભાગ દ્વારા પણ આ બોર્ડ હટાવવાની પ્રક્રિયાઓ કરવામાં આવી નથી.
બીજી બાજુ આ તમામ ભાડુઆતોને પણ તમને હમણાં જ પાછી દુકાન મળી જશે તેવી સાંત્વના આપવામાં આવી રહી છે પરંતુ આ બોર્ડ થી આ લોકોને દુકાન મળશે જ કે કેમ ? એ મોટો પ્રશ્ન છે. ગુજરાત એસ ટી વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટ પૂર્ણ થયાના બીજા જ દિવસે પોતાનો કબજો લઈ લેવો તેવી ગુજરાત ભરમાં નિયમ છે અને તમામ બસ સ્ટેન્ડમાં આ જ પ્રોસેસ છે જો એનાથી વધુ તમારે તમારા બોર્ડ કે તમારા કબજા માટેની કોઈ ઓળખ રાખવી હોય તો તેનું ભાડું ભરવું પડે છે પરંતુ મોરબી નવા બસ સ્ટેન્ડમાં એસટી વિભાગે તમામ દુકાનોને તાળા તો પોતાના મારી પોતાના કબ્જામાં લઈ લેવામાં આવી પણ તમામ દુકાનો નાં અને જાહેરાતના બોર્ડ જેમ ન તેમ છે તેનું કોઈ ભાડું કે આ નામ વાળા નાના ધંધાર્થીઓને તેનો કોઈ ફાયદો નથી મળતો જેની નોંધ એસટી વિભાગે લેવી જરૂરી છે.મોરબી એસટી ના અધિકારીઓ કેમ આ દુકાન ના કોઈ બેનરો કાઢતા નથી ? શું આ દુકાનના બેનરો ના કાઢવા પાછળ કોઈ આર્થિક હિત છુપાયેલું છે? નાના ધંધાર્થીઓને ફ્કત બોર્ડ દેખાડી આશા દેખાડવામાં આવે છે કે પછી ખરેખરમાં દુકાન ભાડે પાછી મળશે? આવા અનેક સવાલો છે ત્યારે ગુજરાત એસટી નિગમ દ્વારા આ મામલે કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી શું મોરબીના મોટા માથાઓ અને એસટી ના અધિકારીઓ સંડોવણી ધરાવે છે જો કે મોરબી થી નહીં ગુજરાત એસટી વિભાગે આની ગાંધીનગરથી ઊંડાણ પૂર્વક તપાસ કરી અને એસટીની હદમાં નથી આવતા તેવા જાહેર પાર્કિંગ ને પણ બંધ કરી દેવામાં આવેલ છે આ કોના દ્વારા કરવામાં આવેલ છે ? આ જાહેર પાર્કિંગ બંધ કરવાથી ટ્રાફિકની સમસ્યા પણ વધી છે તો આ પાર્કિંગ શું એસટી વિભાગે બંધ કર્યું કે પછી પાલિકા દ્વારા કરવામાં આવ્યું ? આ રીક્ષા ચાલકો માટેનું જાહેર પાર્કિંગ હતું પરંતુ તેને બંધ કરી દેવામાં આવ્યું છે તે કોના દ્વારા કરવામાં આવ્યું છે એસટી વિભાગ દ્વારા આ પાર્કિંગ બંધ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા ?આવા અનેક પ્રશ્નોની તપાસ ગુજરાત એસટી નિગમ દ્વારા થવી જોઈએ ત્યારે બીજી કંપનીને કોન્ટ્રાક્ટ ના મળે એ માટે એસટી વિભાગને પહેલા ઊંચા ભાવે ટેન્ડર ભરી હવે એ જ કંપનીને આ ટેન્ડરના ભાવ ઊંચા પડે છે અને બીજા નામે કંપની ઊભી કરી ટેકનિકલ રીતે ટેન્ડર ભરી ઓછા ભાડે લેવા માટે મથામણ કરે છે તો પછી ઊંચા ભાવ ભર્યા હતા શું કામ ? એ મોટો પ્રશ્ન છે .હાલ આ સ્વાર્થની પ્રક્રિયામાં નાના ધંધાર્થીઓ બિચારા પોતાના બેનર બોર્ડ ની આગળ રોડ પર લારી લગાવી અને આજુબાજુમાં ધંધા માટે દુકાનો ભાડે રાખી ધંધાઓ કરવા મજબૂર બન્યા છે.
ત્યારે એસટી વિભાગે પણ આ બોર્ડ બેનરો હજુ કેમ ઉતારવામાં નથી આવ્યા તેનો ખુલાસો પુછાશે કે કેમ એ આગામી સમય જ બતાવશે હાલ બધાની નજર ઓછા ભાવે ટેન્ડર ખુલે છે કે પછી એસટી વિભાગ દર વખત કરતા મોંઘવારીને ધ્યાનમાં રાખી ભાવ વધારે છે તેની પર છે.