ટંકારા તાલુકાની ઓરપેટ કન્યા વિદ્યાલય ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 92.31 ટકા અને સામાન્ય પ્રવાહમાં ઝળહળતું 100% પરિણામ મેળવ્યું છે. જે સામાન્ય પ્રવાહમાં 100 ટકા મેળવી A1 ગ્રેડ ધરાવતી એક માત્ર સંસ્થા બની છે. જેમાં 6 વિદ્યાર્થિનીઓ A1 ગ્રેડ અને 27 વિદ્યાર્થીનીઓ આ2 ગ્રેડ સાથે ઉતીર્ણ થઈ છે. જે બદલ શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
ટંકારા તાલુકાની ઓરપેટ કન્યા વિદ્યાલય ધોરણ 12 સામાન્ય પ્રવાહ માર્ચ 2025 નું ઝળહળતું 100% પરિણામ મેળવ્યું છે. વિદ્યાર્થિનીઓએ 100 ટકા પરિણામ લાવી શાળાના સ્વપ્નને સાકાર કરી બતાવ્યું છે. તે સાથે સમગ્ર ટંકારા તાલુકામાં A1 ગ્રેડ ધરાવતી એકમાત્ર શાળા બની છે. જેનાં 6 વિદ્યાર્થી A1 ગ્રેડ અને 27 વિદ્યાર્થી A2 ગ્રેડ સાથે ઉત્તિર્ણ થયા છે.જેમાં છાત્રા ચૌહાણ પ્રિયંકા અને ઝાલા શ્રદ્ધાબા 99.69 પીઆર સાથે અવ્વલ નંબરે, કાવર ક્રિષ્ના 99.63 પીઆર સાથે દ્વિતીય ક્રમે, ગજેરા તુળજા 99.10 પીઆર સાથે ત્રીજા ક્રમે, બથવાર નેહા 98.97 પીઆર સાથે ચોથા નંબરે અને ઉભડિયા ખુશાલી 98.73 સાથે પાંચમો ક્રમે ઉતીર્ણ થઈ છે. તે ઉપરાંત 100 માંથી 100 ગુણ મેળવનાર વિદ્યાર્થીનીઓ તત્વજ્ઞાનમાં છૈયા ક્રિષ્ના અને બથવાર નેહા, આંકડાશાસ્ત્રમાં ચૌહાણ પ્રિયંકા, નામાના મૂળ તત્વોમાં ચૌહાણ પ્રિયંકા અને કાવર ક્રિશ્ના, એસપી વિષયમાં ચૌહાણ પ્રિયંકા, અર્થશાસ્ત્ર વિષયમાં ઝાલા શ્રદ્ધાબા છે. તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પણ 92.31% સાથે ઓરપેટ કન્યા વિદ્યાલય અવ્વલ નંબરે રહી છે. જેમાં પ્રથમ ક્રમે સંઘાણી જેનીશા, દ્વિતીય ગજેરા સુહાની અને તૃતીય નંબરે કાંજીયા બંસી આવી છે. જે તમામ છાત્રોએ આગળના અભ્યાસ માટે શાળા પરીવાર, આચાર્ય અને શિક્ષકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા તાલુકામાં દિકરીને ઉચ્ચ અભ્યાસ અને ઉચ્ચી ઉડાન ભરવા ખુલ્લુ આકાશ આપતી એક માત્ર સરકારી શાળા ઓરપેડ કન્યા વિધાલય છે જે દિવસને દિવસે ઊંચી ઉડાન ભરી રહી છે…