ગઈ કાલે કમોસમી વરસાદ પડ્યો હતો.જેને કારણે ખેતરોમાં માટે માટી કાપ ભરતા જેસીબી બંગાવડી ડેમમાંથી મોરમ કાઢવાની કામગીરી કરતું હતું. તે દરમિયાન ભારે વરસાદ પડતાં ડ્રાઈવર ટ્રેકટરનો ફેરો કરવા જતાં અચાનક પાણી આવી જતા જેસીબી પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.
બંગાવડી ડેમમાં મોરમ બહાર કાઢી રહેલ જીસીબી ગઈ કાલે ભારે વરસાદ ને પગલે પાણીમાં ગરકાવ થઇ ગયાનો બનાવ સામે આવ્યો હતો. એકાએક વાતાવરણમાં પલટો આવ્યો બાદ જોરદાર વરસાદ વરસ્યો હતો. અને જેસીબી ડ્રાઈવર ટેકટરનો ફેરો કરવા ગયા બાદ પાણી આવી જતા જેસીબી મોરમ કાઢતા ખાડામાં પાણી ભરાઈ જતાં ગરકાવ થઈ ગયું હતું. જો કે સદભાગ્યે કોઇ જાનહાની થઇ ન હતી. ઉનાળામાં ખેડૂતો ખેતરોમાં માટી કાપ ભરતા હોય છે. ત્યારે બંગાવડી ડેમમાં જેસીબી વડે માટી ભરવાનું કામ ચાલુ હતું. ત્યારે એકાએક માવઠું વરસી જતા જોત જોતામાં ખેતર સમોણા પાણી વહેવા લાગતા ડેમ સુધી પાણી પહોચી જતા જેસીબી ડૂબવાની ઘટના બનવા પામી હતી.