ટંકારાના હરીપરના જયદીપભાઈ કુંવરજીભાઈ ચૌધરીએ મીતાણા ગામના ફરિયાદી મનોજભાઈ જશુભાઈ બસીયા પાસેથી મીત્રતાના સબંધે લીધેલ રકમ પરત કરવા બે ચેક ઈશ્યુ કરી આપેલ રૂ.૫,૦૦,૦૦૦/- નો ચેક રીર્ટનનો કેસ ચાલી જતા ટંકાના મહેરબાન જયુડીશિયલ મેજિસ્ટ્રેટ સાહેબે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો સીમાચીહનરૂપ ચુકાદો આપ્યો છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા તાલુકાના હરીપર ગામના રહીશ આરોપી જયદીપભાઈ કુંવરજીભાઈ ચૌધરીએ મીતાણાના ફરીયાદી મનોજભાઈ જશુભાઈ ખસીવા પાસેથી આરોપીએ મીત્રતાના સંબંધના દાવે રૂા.૫,૦૦,૦૦૦/- લીધા હતા. જે રકમ પરત કરવા આરોપીએ બે ચેક ઇસ્યુ કરી આપી પ્રોમીસરી નોટ લખી આપી હતી. જે પૈકી એક ચેક ફરીયાદીએ બેંકમાં રજુ કરતા રીર્ટન થતા કાનુની નોટીસ પાઠવવા છતા ફરીયાદીનું લેણું અદા ન કરતાં ફરિયાદીએ આરોપી વિરૂધ્ધ ટંકારાની કોર્ટમાં એન આઈ એકટ અંતર્ગત ફરીયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલી જતા ફરીયાદી પક્ષે પોતાનો કેસ પુરવાર કરલ હોય તેનો બોજો આરોપી ઉપર શીફટ થતાં જેનો ખંડનાત્મક પુરાવો આરોપી આપી શક્યો ન હતો. જેથી આરોપીને સજા કરવા કરેલ રજુઆત સામે આરોપીના એડ્વોકેટ પાથે સંઘાણીએ એવી દલીલ કરી હતી કે ફરીયાદી પોતાનો કેસ પુરવાર કરી શકેલ નથી. તેમજ કાયદા મુજબ ફરીયાદીની તરફેણમાં કરવામાં આવતા અનુમાનો ખંડનાત્મક હોય છે અને આરોપી દ્વારા ફરીયાદીની તરફેણમાં કરવામાં આવત્તા અનુમાનોનુ ફરીયાદીની ઉલટ તપાસ કરી સાથે દસ્તાવેજી પુરાવો રજુ કરી સત્ય હકીકતો રેકર્ડ પર લાવી સફળતા પૂર્વક
ખંડન કરતા જવાબદારી ફરીયાદી ઉપર શીફટ થતાં ફરીયાદી તેનો કોઈ ખુલાસો કરી શકેલ ન હોય ત્યારે આરોપીને નિર્દોષ ઠેરવી છોડી મૂકવા જોઈએ તેમ વિવિધ ચુકાદાઓ રજૂ કરી લંબાણ પૂર્વકની દલીલો કરવામાં આવી હતી. બંને પક્ષોની રજુઆત રેકર્ડ પર દસ્તાવેજી પુરાવો તથા ઉલટ તપાસ દરમીયાન આરોપી તરફ થી રેકર્ડ પર લાવવામાં આવેલ હકીકતો લક્ષમાં લેતા ફરીયાદીની ફરીયાદમાં એક તરફ એવી હકીકતો જણાવવામાં આવી હતી કે, આરોપીએ પ્રોમીસરી નોટ તા.૦૪/૦૩/૨૦૨૩ ના રોજ લખી આપી હતી.ત્યારે ચેકો આપેલા અને બીજી તરફે ફરીયાદી પોતાની જ ફરિયાદીમાં આરોપીએ તા.૨૮/૧૨/૨૦૨૩ વાળો તેમની સહી કરેલો ચેક છ માસ બાદ જયારે રકમની માંગણી કરી ત્યારે ચેક આપેલો તેમજ આરોપી તરફે ફરીયાદીની ઉલટ તપાસમાં માર્ચ-૨૦૨૩ થી ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં આરોપીએ ફરીયાદીને ચુકવેલ રકમ સંબંધે પ્રશ્નો પૂછતા ફરીયાદીને તે રકમ મળી ગયાનું સ્વીકારે છે. અને તે રકમ વ્યવહાર પેંટેની નથી તેમ જણાવ્યું હતુ. પરંતુ આરોપી સાથે અન્ય કોઈ વ્યવહાર હોય તેવુ ફરીયાદમાં જણાવ્યું નથી કે તે અંગે કોઈ પુરાવો રજૂ કર્યા નથી. ત્યારે આરોપીએ ફરીયાદીને રકમ ચુકવેલ તે કયા બાબતની ચુકવેલ હતી. અને તેની કાયદેસરની લેણી રકમ પેટેની ન હતી. તે હકીકત રેકર્ડ પર સક્ષમ પુરાવાના આધારે ફરીયાદીએ લાવવી -અનિવાર્ય બની ગઈ હતી. જે હકીકતો ફરીયાદની વિરૂધ્ધ જાય હતી. અને ફરીયાદને નિર્બળ બનાવતી છે. જેથી ફરીયાદીનું આરોપી સામેનું કાયદેસરનું લેણું હતું કે કેમ તે ઉપર શંકા ઉપસ્થિત થતી હતી. તેથી ફરિયાદીના પક્ષમાં કાયદાકીય અનુમાનોનુ મહત્વ ઘંટતું હતું. જયારે અનુમાનોનું ખંડન આરોપી પક્ષે સફળતા પૂર્વક કરતા ફરિયાદ પક્ષે અનુમાનોનું મહત્વ રહેતું નથી. તેથી ફરિયાદી આરોપી પાસેથી કાયદેસરનું લેણું પુરવાર કરી શક્યા નથી તેમ માની આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે.
જેમાં આરોપી જયદીપ ચૌધરી વતી રાજકોટના જાણીતા એડવોકેટ પાર્થ સંઘાણી, મંથન વીરડિયા, કાનજી દેવડા, નિલેશ ભાગીયા, કુલદીપ સંઘાણી તેમજ મદદમાં મયુર સંઘાણી રોકાયા હતા.