ટંકારાના ગાયત્રી નગર સોસાયટીમાં આખલાયુદ્ધનો વિડીયો વાયરલ થયો છે.જેમાં બે આખલા જંગે ચડ્યા હોય સ્થાનિકો ને ઘર માં કેદ રહેવા મજબૂર થવું પડ્યું છે.અહીં અવાર નવાર આખલાઓ ની જંગ જામતી હોય છે ત્યાં નજીકમાં જ બાલ મંદિર આવેલું હોવાથી નાના ભૂલકાઓ આખલાના આતંકનો ભોગ બને તે પહેલા ગંભીરતા સમજી ટંકારા નગર પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે તે ખૂબ જરૂરી બને છે