ટંકારા આમ આદમી પાર્ટી શહેર પ્રમુખે ટંકારા નગર પાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી દેવીપૂજકવાસથી અમરાપર રોડ પાણીના નિકાલ, સફાઈ તેમજ ગંદકી, મચ્છરોનો ઉપદ્રવ અને રોડમાં પાણી ભરાવવા જેવા પ્રશ્ન તાત્કાલિક નિકાલ કરવા રજૂઆત કરવામાં આવી છે.
ટંકારા આમ આદમી પાર્ટી શહેર પ્રમુખે ટંકારા ચીફ ઓફિસરને પત્ર લખી નગર પાલીકાના મુખ્ય વિસ્તાર દેવીપૂજક વાસ અમરાપર રોડ પાણીના નિકાલ તેમજ સફાઈ બાબતે વર્ષો જૂના પ્રશ્ન બાબતે રજૂઆત કરાઈ છે. તેમજ ગંદકી, મચ્છરોનો ઉપદ્રવ અને રોડમાં પાણી ભરાવવા જેવા અનેક પ્રશ્નોનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે. તેમજ ખડીયાવાસથી અમરાપર રોડ પર પાણી નિકાલનો પ્રશ્ન બાબતે તાત્કાલિક ધોરણે કામગીરી કરવા રજૂઆત કરવામાં આવી છે