રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી જીલ્લામાં રેન્જ માં તેમજ જુદી જુદી જગ્યાએ ફરજ બજાવતા IPS અધિકારીઓ ની બદલીની ચર્ચાઓ જોર શોરથી ચાલી રહી છે.આજે આવે કે કાલે એ રીતે બદલીઓની રાહ જોવાઈ રહી છે જેમાં IPS અધિકારીઓની બદલીઓ માટે હજુ એક મહિના જેટલી રાહ જોવી પડે તેવી માહિતી સૂત્રોમાંથી મળી રહી છે.
ઉલ્લેખનીય છે મોટા ભાગના આઇપીએસ અધિકારીઓને ત્રણ વર્ષ કે તેથી લાંબો સમય કાર્યકાળ જે તે રેન્જ જીલ્લા કે પછી જે તે પોસ્ટ પર થઈ ચૂક્યો છે ત્યારે અધિકારીઓ પણ ત્રણ વર્ષ બાદ બદલીઓ ઇચ્છતા હોય છે જેમાં આવતા મહિનામાં આ બદલીઓ થાય તેવી પ્રબળ શકયતાઓ સેવાઈ રહી છે.મોટા ભાગે અમદાવાદ રથયાત્રા બાદ બદલીઓનો દોર ચાલતો હોય છે પરંતુ આ વખતે સરકાર દ્વારા બદલીઓમાં થોડો વિલંબ થાય તેવા સંકેતો મળી રહ્યા છે.કેમ કે સરકાર બદલીઓમાં કોઈ ચૂક છોડવા દેવા માંગતી નથી.
રાજ્યભરમાં અમુક જિલ્લાઓ કે અમુક વિસ્તારમાં જે સ્થિતિ છે તેને જોઈને અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે તેવી પણ શકયતાઓ સેવાઈ રહી છે.હાલ IPS અધિકારીઓ ની વાત કરીએ તો ઘણા લાંબા સમયથી બદલીઓ માટે રાહ જોવાઈ રહી છે જેમાં વચ્ચે ફક્ત અમુક IPS ને જ પ્રમોશન બાદ બદલીઓ અને પોસ્ટિંગ અને ખાલી જગ્યાઓ ભરી જરૂરિયાત પૂરતા ઓર્ડર કરવામાં આવ્યા હતા જેને લીધે ઘણા IPS અધિકારીઓ બદલીઓ માટે રાહ જોઈ રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ખૂબ મોટું લિસ્ટ IPS અધિકારીઓની બદલીઓ નું આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
આ IPS ની બદલીઓ સાથે પ્રમોશન પામેલા ડીઆઈજી ને પોસ્ટીગ અને ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે તો બીજી બાજુ પીઆઇ માંથી ડીવાયએસપી તરીકેના પ્રમોશન સાથે પોસ્ટિંગ અને પીઆઇ ની બદલીઓ તેમજ પીએસઆઇ માંથી પીઆઇ બની ગયેલા થોકબંધ પીઆઇ કક્ષાના અધિકારીઓને પણ પોસ્ટિંગ આપવામાં આવશે એટલે કે આવતા મહિનામાં પોલીસ વિભાગમાં પીએસઆઈ થી આઇપીએસ સુધી ખૂબ મોટા પાયે ફેરફાર આવશે જેમાં કોઈ શંકાને સ્થાન નથી પરતું આ બદલીઓ માટે હજુ થોડી રાહ જોવી પડશે એ વાત માં પણ કોઈ શંકા નથી હાલ સરકાર દ્વારા ક્યાં અધિકારીને ક્યાં મૂકવા તેનું મંથન કરવાનું ચાલુ છે ત્યારે હવે આગામી સમયમાં સરકાર દ્વારા ક્યારે બદલીઓ થાય છે તે જોવું રહ્યું.