Saturday, July 12, 2025
HomeGujaratટંકારાની પ્રાથમિક શાળાના શિક્ષિકાન સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત કરાયા

ટંકારાની પ્રાથમિક શાળાના શિક્ષિકાન સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત કરાયા

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકાને સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે, મોરબી જિલ્લાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, ચિત્રકૂટ એવોર્ડ તથા સાંદિપની એવોર્ડ મેળવનાર ગીતાબેન પ્રથમ મહિલા શિક્ષક છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયાને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશ ઓઝા દ્વારા સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.પોરબંદર ખાતે દર વર્ષે દરેક જિલ્લામાંથી એક એક શિક્ષકની પસંદગી આ એવોર્ડ માટે કરવામાં આવે છે. જેમાં દર વર્ષે અલગ અલગ થીમ હોય છે. આ વર્ષની થીમ બાલવાટિકા અને ધોરણ ૧/૨ ના શિક્ષણ માટે નવી યુક્તિ પ્રયુક્તિઓ હતી. જેમાં મોરબી જિલ્લામાંથી ગીતાબેન સાંચલાની પસંદગી કરવામાં આવી હતી. આ એવોર્ડ મેળવી ગીતાબેને હરબટીયાળી શાળાનું, મોરબી જિલ્લા અને ટંકારા તાલુકાનું નામ તેમજ તેમના પરિવારનું નામ રોશન કર્યું છે. આ તકે ટંકારા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને ટંકારા બીઆરસી કોર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર, રાજ્ય સંઘના ઉપપ્રમુખ વિરમભાઈ દેસાઈ, મીતાણા સીઆરસી કોર્ડિનેટર કૌશિકભાઇ ઢેઢી, તાલુકા શાળાના આચાર્ય તેમજ શાળાના આચાર્ય હરેશભાઈ માણાવદરિયા અને શાળા પરિવારે ગીતાબેનને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત મોરબી જિલ્લા અને ટંકારા તાલુકાના શિક્ષક સમાજે ગીતાબેન ઉપર અભિનંદનનો વરસાદ વરસાવ્યો હતો. અને આવી જ પ્રગતિ કરતા રહે તેવા આશિર્વચન પાઠવ્યા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!