Friday, August 29, 2025
HomeGujaratટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે અશોકભાઈ સંઘાણીની વરણી

ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે અશોકભાઈ સંઘાણીની વરણી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડા દ્વારા “સંગઠન સૃજન અભિયાન” અંતર્ગત ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે શ્રી અશોકભાઈ સંઘાણીની વરણી કરવામાં આવી છે. હરબટીયાળી ગામના વતની અશોકભાઈએ નાની વયથી જ સેવાદળની જવાબદારી સંભાળી હતી અનામત આંદોલન ખેડૂતો ના પશ્ર્નો અને ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ વિરોધપક્ષ નેતાના પ્રતિનિધિ તરીકે બે દશકાથી ઉમદા કામગીરી બજાવી ચુકેલા છે.

- Advertisement -
- Advertisement -

પોતાના સહજ સ્વભાવ અને પ્રજાની સુખાકારી તથા સગવડતા માટે સતત પ્રયત્નશીલ રહેતા અશોકભાઈને આ નવી જવાબદારી સોંપવામાં આવતાં ચોમેરથી અભિનંદન અને શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. તેમના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ ટીમમાં નવો જોમ અને ઉર્જા ફૂંકાશે તેમજ જમીની સ્તરે અનેકવિધ કાર્યક્રમો યોજાશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. અશોકભાઈ સંઘાણીના નવા પદગ્રહણથી ટંકારા તાલુકામાં કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બનશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!