દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા વિનામૂલ્યે કાનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં ઓછું સાંભળતા દર્દીઓને વિના મૂલ્યે કાનના મશીનો આપવામાં આવ્યા, જેમાં યુ.કે.ના ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટી, લિસેસ્ટરથી આવેલા વિદેશી ડોક્ટરોએ દર્દીઓની ઓપીડી કરી.
દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર એ વર્ષોથી મેડિકલ કેમ્પો દ્વારા ગરીબ અને જરૂરિયાતમાન લોકોને વિનામૂલ્યે સારવાર પૂરી પાડવાનું કાર્ય કરી રહ્યું છે. આજના કેમ્પમાં કાન, નાક અને ગળાની તકલીફો ધરાવતા દર્દીઓને ખાસ ધ્યાનમાં લઈને નિદાન અને સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિદેશી ડોક્ટરો, જેમાં ઓડિયોલોજીના નિષ્ણાતોનો સમાવેશ થતો હતો, તેઓએ આધુનિક તકનીકો અને સાધનોનો ઉપયોગ કરીને દર્દીઓની તપાસ કરી. કેમ્પમાં લગભગ બે ડઝનથી વધુ દર્દીઓને કાનના મશીનો વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યા, જેનાથી તેઓનું રોજિંદા જીવન સરળ બનશે. આ કેમ્પ જૈન ઉપાશ્રય ટંકારા ખાતે યોજવામાં આવ્યો હતો