ટંકારા તાલુકામાં QDC કક્ષાનો કલા મહોત્સવની વિવિધ સ્પર્ધા ગત તા. ૨૦ નવેમ્બરના રોજ ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં તાલુકાની વિવિધ શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
જેમાં ચિત્રકલા સ્પર્ધા, સંગીત વાદન સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા અને સંગીત ગાયન સ્પર્ધા સહિતની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમા માધ્યમિક વિભાગના વિજેતાઓમાં ચિત્રકલા સ્પર્ધામાં પ્રથમ નંબરે ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયની ધોરણ ૧૦- એ ની ડઢાણીયા હેતવી દશરથભાઈ આવી હતી. જ્યારે સંગીત વાદન સ્પર્ધામાં બંગાવડીની શ્રી સરદાર પટેલ વિદ્યાલયના નિકુંજભાઈ દિનેશભાઈ દેત્રોજા તેમજ બાળકવિ સ્પર્ધામાં ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયની ધોરણ ૯ દિવ્યા હીરાભાઈ ફાંગલીયા પ્રથમ ક્રમે આવી હતી.
જ્યારે સંગીત ગાયન સ્પર્ધામાં ટંકારાની એમ. ડી. વિદ્યાલયના ઇન્દ્રરાજસિંહ જગદીશભાઈ ટોળીયા પ્રથમ ક્રમે આવ્યો હતો. ત્યારે પ્રથમ નંબરે આવનાર વિદ્યાર્થીઓ આગામી સમયમાં SVS કક્ષાની સ્પર્ધામાં ટંકારા તાલુકાનું પ્રતિનિધિત્વ કરતા નજરે પડશે…
જે કાર્યક્રમનું સંચાલન SVS કન્વીનર ભાવેશભાઈ જીવાણી તેમજ QDC-૧ના કન્વીનર અસ્મિતાબેન ગામીના માર્ગદર્શનમાં યોજવામાં આવ્યો હતો.
જે સ્પર્ધામાં મોરબી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ સરસાવડીયા, ઓરપેટ કન્યા વિદ્યાલયના કેમ્પસ ડિરેક્ટર ગોપાલભાઈ રતનપરા, એમ ડી. વિદ્યાલયના આચાર્ય ભાવેશભાઈ કાસુન્દ્રા તેમજ QDC-૧ની તમામ શાળાના શિક્ષકોની ઉપસ્થિતિ કાર્યક્રમ સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યો હતો









