ટંકારા ખાતે આવેલી ઈન્દ્રપ્રસ્થ-૩ રેસીડેન્સી ધર્મ ભક્તિના રંગે રંગાયું છે. ઇન્દ્રપ્રસ્થ ૩ ખાતે નવનિર્મિત મંદિરમાં શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિ અને ઉલ્લાસના વાતાવરણ વચ્ચે યોજવામાં આવશે. જે ઐતિહાસિક પ્રસંગ વિક્રમ સંવત ૨૦૮૨, માગશર સુદ-૫ ને તા. ૨૫ નવેમ્બર ૨૦૨૫ મંગળવારના રોજ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. જેનું આયોજન ઈન્દ્રપ્રસ્થ ડેવલોપર્સના તમામ ભાગીદારોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. જે પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ત્રણ કાર્યક્રમ યોજવામા આવશે. જેમાં બપોરે ૩:૦૦ વાગ્યે મૂર્તિનગર યાત્રા, સાંજે ૬:૩૦ વાગ્યે મહા પ્રસાદ, રાત્રે ૯:૦૦ વાગ્યે રાસ-ગરબા મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવશે…
ટંકારા ખાતે આવેલી ઇન્દ્રપ્રસ્થ ૩ ખાતે રેસીડેન્સી ખાતે શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. જે કાર્યક્રમમાં ઈન્દ્રપ્રસ્થ ડેવલોપર્સ તરફથી તમામ આમંત્રિત ભાવિક ભક્તો, વિસ્તારના રહેવાસીઓને સહપરિવાર શ્રી હનુમાનજી દાદાના દર્શન કરવા, આશીર્વાદ લેવા અને મહાપ્રસાદનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ટંકારા વિસ્તારના લોકો માટે એક અવિસ્મરણીય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પર્વ બની રહેશે તેવી આશા ઇન્દ્રપ્રસ્થ ડેવલોપર્સના ભાગીદારો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે









