Thursday, February 19, 2026
HomeGujaratટંકારાના હમિરપર પાસે બે કાર વચ્ચે ભીષણ અકસ્માત: ૬ લોકો ગંભીર રીતે...

ટંકારાના હમિરપર પાસે બે કાર વચ્ચે ભીષણ અકસ્માત: ૬ લોકો ગંભીર રીતે ઘાયલ

દારૂના નશામાં ડ્રાઈવિંગે સર્જ્યો કહેર? અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂની બોટલો મળી આવી

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના હમીરપર ગામના પાટિયા પાસે આજે બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને ગાડીઓના કુરચા બોલી ગયા હતા. ઘટનાસ્થળેથી દારૂનો જથ્થો મળી આવતા ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ને કારણે આ દુર્ઘટના બની હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

મળતી માહિતી મુજબ, મિતાણાથી નેકનામ તરફ જઈ રહેલી પંચ ગાડી (GJ 10 DR 0611) અને સામે છેડે નેકનામથી મિતાણા તરફ આવી રહેલી વેગનર કાર (GJ 10 DE 2735) વચ્ચે હમિરપર ગામ નજીક સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી. વેગનર કારમાં સવાર ૫ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જ્યારે સામેની પંચ ગાડીના ચાલકને પણ શરીરે ગંભીર ઈજાઓ થઈ છે.

ઘટનાની જાણ થતા જ ત્રણ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તમામ ૬ ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે પડધરીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

દારૂની બોટલ મળી આવતા ચકચાર:

 

અકસ્માત બાદ ઘટનાસ્થળે હાજર લોકોમાં ત્યારે ભારે રોષ જોવા મળ્યો જ્યારે એક કારમાંથી પ્લાસ્ટિકની બોટલમાં દારૂ બોટલ મળી આવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કાર ચાલક નશાની હાલતમાં હોવાને કારણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.

ટંકારા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!