Saturday, February 28, 2026
HomeGujaratટંકારા નજીક અરણેશ્વર ફીડર વિસ્તારમાંથી ૧.૯૪ લાખના વીજ વાયરની ચોરી

ટંકારા નજીક અરણેશ્વર ફીડર વિસ્તારમાંથી ૧.૯૪ લાખના વીજ વાયરની ચોરી

અજાણ્યા ઇસમ વિરુદ્ધ ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના સાવડી ગામ પાસે આવેલા અરણેશ્વર ફીડર વિસ્તારમાંથી પીજીવીસીએલની માલિકીના ૧૬ થાંભલામાં આશરે રૂ.૧.૯૪ લાખના એલ્યુમિનિયમ વીજ વાયરની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. આ સાથે ટંકારા પોલીસે આરોપી અજાણ્યા ઇસમ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમો તેમજ ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ટંકારા તાલુકામાં પીજીવીસીએલ વિભાગની માલિકીના એલ્યુમિનિયમ વાયરની ચોરીનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ટંકારા પોલીસ મથકમાં પી.જી.વી.સી.એલ.માં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ દિનેશભાઈ ભુવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. ૨૭/૦૨/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યા પહેલા કોઈ સમયે અજાણ્યા ચોર ઇસમ દ્વારા ટંકારા તાલુકાના સાવડી ગામ પાસે આવેલા અરણેશ્વર ફીડર વિસ્તારમાં ૧૫ ગાળાના ૧૦૦ સ્ક્વેર મિ.મી.ના એલ્યુમિનિયમ વાયરો ૧૬ વીજ પોલ પરથી ઉતારી લેવામાં આવ્યા હતા. કુલ આશરે ૧૮૦૦ મીટર લંબાઈના આ વાયરની કિંમત પ્રતિ મીટર અંદાજે રૂ.૧૦૮ મુજબ કુલ રૂ.૧,૯૪,૪૦૦/-ના વાયરની કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ચોરી કરી લઈ ગયા હતા. હાલ ટંકારા પોલીસે ચોરીના આ બનાવ અંગે આરોપી વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) તથા ઇલેક્ટ્રિસિટી એક્ટ કલમ ૧૩૬ મુજબ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!