Sunday, November 24, 2024
HomeGujaratવધતા કોરોના સંક્રમણને ટાળવા હળવદના નવા દેવળીયામાં ગ્રામપંચાયત દ્વારા લેવામાં આવ્યા તકેદારીનાં...

વધતા કોરોના સંક્રમણને ટાળવા હળવદના નવા દેવળીયામાં ગ્રામપંચાયત દ્વારા લેવામાં આવ્યા તકેદારીનાં પગલા

હળવદ : પ્રાપ્ત વિગતો અનુસાર નવા દેવળીયામાં ગ્રામપંચાયત દ્વારા ગ્રામપંચાયતની કચેરી ખાતે ગામના આગેવાનો, વેપારીઓ, શાકભાજીના ધંધાર્થીઓ, ખાણીપીણીના ધંધાર્થીઓ સહિત તમામ અન્ય ધંધાર્થીઓની એક બેઠક મળી હતી. આ બેઠકમાં તકેદારીનાં ભાગરૂપે સર્વાનુમતે ગામમાં આંશિક લોકડાઉન લાગુ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે મુજબ આજે તારીખ ૧૨ એપ્રિલથી લઈને ૨૦ એપ્રિલ સુધી બપોરે ૩ થી રાત્રે ૮ વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનું નક્કી કરાયું હતું. આ ઉપરાંત ગામમાં એક જ જગ્યા પર વધુ વ્યક્તિઓને એકઠા ન થવા, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!