Friday, December 27, 2024
HomeGujaratહળવદમા શેરડીના રસના ચિચોડામાં 10 વર્ષના બાળકનો હાથ આવી જતા હાથ કચડાઇ...

હળવદમા શેરડીના રસના ચિચોડામાં 10 વર્ષના બાળકનો હાથ આવી જતા હાથ કચડાઇ ગયો

હળવદમાં બાળમજુરી સામે બચપન બચાઓ આંદોલનએ બાયો ચડાવી

- Advertisement -
- Advertisement -

હળવદની મોરબી ચોકડી ખાતે આવેલ રસના ચિચોડામાં 10 વર્ષનો બાળક કામ કરી રહ્યો હતો. કાલ સાંજના સમયે બાળક રસ કાઢી રહ્યો હતો તે વેળાએ હાથ મશીનમાં આવી જતા કાંડા સુધી હાથ કચડાઇ ગયો હતો. બાળકને ઓપરેશન માટે મોરબી ક્રિષ્ના હોસ્પિટલે પાંચ દિવસ સુધી દાખલ કરાયો છે. આ બનાવને પગલે બચપન બચાઓ આંદોલન મેદાને આવી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.

હળવદમા રસના ચિચોડામાં બાળમજુરી થતી હોવાનુ સામે આવ્યુ છે. સાંદિપની હોસ્ટેલ સામે રહેતા ગરીબ પરીવારના માસુમ બાળકને ચિચોડાના કારણે આજીવન અપંગતા વેઠવાનો વારો આવ્યો છે. આ બનાવ ધ્યાને આવતા બચપન બચાવો આંદોલનના ગુજરાતના સ્ટેટ કો-ઓર્ડીનેટર દામીનીબેન પટેલે બનાવની વિગતો સાથે હળવદ પોલીસ, મોરબી એસ.પી, મોરબી કોર્ટ તેમજ કલેક્ટરને જાણ કરી છે. હળવદ પોલીસ વિભાગે આ બનાવ બાબતે કાયદેસર કાર્યવાહી શરુ કરી દીધી છે. શેરડીના ચિચોડાના માલીક વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ બનાવમાં લાપરવાહી, જીવનું જોખમ IPC મુજબ,જુવેનાઇલ જસ્ટીસ કાયદો,૨૦૧૫ ની કલમ ૭૯,૭૫, બાળ મજૂરી (પ્રતિબંધ અને નિયમન) કાયદો,1986 ની કલમ ૩,અને ૧૪ તથા બાળકના કામના કલાકો કરતા પણ વધુ સમય કામ કરાવવું. તેમજ ન્યુનતમ વેતન કરતા ઓછુ વેતન આપવું, આવી પરિસ્થિતિનો સમાવેશ મજૂરીની વ્યાખ્યામાં થતો હોય જેથી મજૂરી પ્રથા નાબૂદી અધિનિયમ ૧૯૭૬ મુજબ આ બધી બાબતો ફરીયાદમાં જોડવામાં આવે તેવી દામીનીબેન પટેલ દ્ધારા માંગ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!