હળવદ પંથકમાં રહેતા શ્રમિક પરિવારની પરિણીતાને પ્રસૂતિની પીડા ઉપાડતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં દાખલ કરી તબીબોએ ચકાસણી કરતા મગજના વિકાસ વગરનું બાળક હોવાનું માલુમ પડ્યું હતું જેને લઈને તબીબી ટીમે સોનોગ્રાફી દ્વારા તપાસ કરતા જે સ્પષ્ટ થયું હતું.
આ અંગે હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર ગત રાત્રે હોસ્પિટલમાં આવેલ મહિલાની ચકાસણી દરમિયાન બાળક એનેન્સેફાલી (મગજના અપૂરતા વિકાસ) વાળું હોવાનું જાણવા મળ્યું હતું. આવો કિસ્સો એક લાખ બાળકોએ એકાદ વખત સામે આવતો હોવાનું ડોકટરે જણાવ્યું હતું. ફોલિક એસિડ નામના વિટામિનની ઉણપને પગલે આ પ્રકારની ખોડ સામે આવે છે. જ્યાં હોસ્પિટલની ટિમ દ્વારા સફળતાપૂર્વક ડિલિવરી કરાઈ છે હાલ માતા સ્વસ્થ છે અને આ ખોડ ખાપણને લઈને બાળક બચી શકે નહીં. વધુમાં દશ વર્ષમાં આવા બેથી ત્રણ કિસ્સાઓ સામે આવતા હોવાનું ડોકટરોએ જણાવ્યું હતું.