મોરબીના એક માધ્યમ દ્વારા સિનિયર પત્રકાર અતુલ જોશી વિરુદ્ધ આડેધડ પુરાવાઓ વિના લેખ લખી અને જાણે મોટું તીર મારી દીધું હોય તેમ વાયરલ કરી રહ્યા છો પણ વ્યક્તિગત સિનિયર પત્રકાર અતુલ જોશી વિરુદ્ધ તમે મિત્ર પુરાવા વિના આક્ષેપ વાળા લેખ લખો છો જો પુરાવા હોય તો કલેક્ટર ઓફિસમાં પણ કેમેરા છે આ કઈ જંગલ રાજ નથી અને તમે આક્ષેપ કરી રહ્યા છો એ કોઈ લુખ્ખો કે મોટો ભૂ માફિયા નથી એ કાયદાનો જાણકાર અને કાયદામાં પીએચડી નો અભ્યાસ કરતો જેનાલીઝમ કરેલો બાર વર્ષ થી પત્રકારત્વ સાથે જોડાયેલ સિનિયર પત્રકાર છે અને આ મોરબીમાં પત્રકાર અતુલ જોશીને વર્ષોથી બધા ઓળખે છે અને મોરબી વાસીઓ ને પત્રકાર તરીકે અનેક લોકોને મદદ રૂપ પણ થયો છું ત્યારે ભણેલા ગણેલા આવી હરકતો આ સીસીટીવી ના આધુનિક યુગમાં ના કરી શકે એટલું તો વિચારોઅને આટલું બધું શું પત્રકાર અતુલ જોશી સાથે તમને છે કે તમે આડેધડ લોકશાહીના ચોથા સ્તંભને તમે એક વ્યક્તિગત રાગદ્વેષ રાખવા અને આરોપી બનાવાની હોડમાં ઊતરી આવ્યા છો. જો મિત્ર અતુલ જોશી પત્રકાર છે હતો રહેવાનો અને તમારા આક્ષેપ થી એ કઈ ફિલ્ડ છોડી નથી દેવાનો બાર વર્ષમાં અનેક ચડાવ ઉતાર આવ્યા અને રાજ્યના દરેક એવા તટસ્થ અને નિષ્ઠાવાન પત્રકારોની જીંદગીમાં આવ્યા છે અમે તમામ કાયદાકીય લડત લડવા કટિબધ્ધ છીએ અને હાલ તો તમે જે તપાસ કરાવવા માંગો છો એ ખૂબ હોશિયાર ને તટસ્થ અધિકારી પાસે છે અને ઊપરથી મોરબીના હોનહાર ધારાસભ્ય દ્વારા પણ જીલ્લા કલેક્ટરને રજૂઆત કરી ક્યાંય કાચું નહીં કપાય અને દોષિતોને છોડાશે નહીં અને નિર્દોષ ને ખોટી રીતે ફિટ કરાશે નહીં તેવો ત્રણ ધારાસભ્ય અને ભાજપ પ્રમુખ મહામંત્રી તેમજ તમામ પત્રકારોની હાજરીમાં જ કોલ આપ્યો છે જેના પર અમને પણ પૂરો વિશ્વાસ છે તો આટલા બધા કેમ તમે ગભરાવ છો.અને વાત રહી પત્રકાર તરીકેની તો બાર વર્ષમાં આજ દિન સુધી મોરબીના એક વ્યક્તિને અમે અરજી કરી ચૂનો લગાડેલ નથી નહિ એટલે પુરાવા સાથે સમાચાર પ્રસારિત કરો તમારી આ ભાષા અને આવા પાયા વિનાની માહિતીઓ છાપી તમે અને તમારા માધ્યમને હસ્યા સ્પદ પરિસ્થિતિમાં ના મૂકો.
વાત રહી જમીન કૌભાંડની તો પ્રાથમિક દ્રષ્ટિએ આ જમીન કૌભાડ એ જીલ્લા કલેક્ટર દ્વારા શ્રી સરકાર દાખલ કરી દે તેવી માંગ અમારા દ્વારા લેખિતમાં કરવામાં આવશે જેના તમામ પુરાવાઓ અમે જોડીશું અમે કાયદાના જાણકાર છીએ કાયદામાં રહી તમામ લડાઈઓ લડ્યા છીએ અને આગામી સમયમાં પણ લડીશું જેથી આપ જે પ્રતિષ્ઠિત પત્રકાર અતુલ જોશીની પાછળ પડ્યા છો તેને તમારાં માધ્યમ થી ખુલ્લી ચર્ચા કરવા તમને આમંત્રણ છે તમારી પર જે અતુલ જોશી વિરુદ્ધના પુરાવાઓ છે તે લઈ આવો ચર્ચા કરવા તૈયાર છીએ પણ ખોટી પાયા વિહોણી વાતો કરી લોકોને ગુમરાહ કરવાથી કાઈ ફાયદો નથી સાચી વાતો અને તટસ્થ બંને લોકોના નિવેદન સાથે ન સમાંચાર એક સાચા પત્રકારની ઓળખ છે છતાં તમને અતુલ જોશી પત્રકાર ની પ્રતિષ્ઠા પર ખોટા આક્ષેપો ન સમાચારોથી કોઈ આર્થિક ઉપાર્જન થાય તો તમારી ઈચ્છા પણ સફળ પત્રકારત્વ ત્યારે જ કારગર નીવડે છે જ્યારે એ કલમ લોકો માટે ઊઠે છે.
અમે આજે પણ આ જમીનના કોઈ પણ વારસદાર અરજદાર કે ફરિયાદીને ક્યારેય રૂબરૂ મળેલ નથી ક્યારેક સીધા કે આડકતરી રીતે સંપર્કમાં આવેલ નથી તેઓ અમારા દુશ્મન નથી એમ છતાં અમારી વિરૂદ્ધ નામજોગ ફરિયાદ કોના દ્વારા કરવામાં આવેલ છે એ ખ્યાલ નથી પંરતુ હા જો આ અરજદારો ગમે ત્યારે કહેશે તો હું આ બાબતે જાહેરમાં ચર્ચા કરવા તૈયાર છું હું જાહેર જીવનનો માણસ છું અને બાર વર્ષમાં નથી કર્યું એ હવે કરવાની કોઈ જરૂર નથી ઈશ્વરે આપ્યું તેમાં સંતોષ છે પણ આ મામલે હું આપના માધ્યમ થી થાય તો પૂરાવા સાથે જાહેરમાં અરજદારો સાથે રૂબરૂ ચર્ચાઓ કરવા અને તમામ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છું પરંતુ ખોટી પાયા વિહોણી વાતો થી ના તો તમારું ભલું થવાનું છે ના તો મારું ખરાબ કે ના અરજદારોને તેની જમીન કાયદાઓ છે બંધારણ છે અને કોર્ટ છે જે એનું કામ કરશે અને પોલીસતંત્ર તેનું કામ કરી રહ્યું છે માટે આવા લેખ થી સમય ના બગાડી સત્ય શોધવામાં આપનો સમય બગાડો જેથી આપનું અને આપના માધ્યમ ની ગરિમા જળવાઈ રહે જે અત્યંત જરૂરી છે.