મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના માથક સીઆરસી કક્ષાનો માથક પે સે શાળા ખાતે બાળ ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2023 યોજાયો હતો. જેમાં 12 પ્રાથમિક શાળાઓ નાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિવિધ પ્રોજેક્ટ બનાવ્યા હતા. તેમજ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર અને પ્રોત્સાહક પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા.
હળવદની માથક શાળાનાં જણાવ્યા અનુસાર, મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના માથક સીઆરસી કક્ષાનો માથક પે સે શાળા ખાતે બાળ ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2023 યોજાયો હતો. જેમાં સી.આર.સી.માં સમાવિષ્ઠ 12 પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓએ હર્ષભેર ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા નિર્માણ કરવામાં આવેલ મોડલ વૈજ્ઞાનિક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવામાં આવ્યા હતા. આ તકે હળવદ બી.આર.સી. કો. ઓર્ડીનેટર મિલનભાઈ પટેલ, બી,આર,પી, નિપુણ હરદેવસિંહ પરમાર દ્વારા બાળકોનો ઉત્સાહ વધારવા માટે માથક પે સે શાળાની મુલાકાત લેવામાં આવી હતી. તમામ બાળકોને પ્રમાણપત્ર અને પ્રોત્સાહક પુરસ્કાર આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ તકે માથક પે સે શાળા દ્વારા ફિટનેશ વોટરપંપ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ તમામ આયોજન માથક સી.આર.સી. કો. ઓર્ડીનેટર રાવલ અરૂણભાઈ અને માથક પે સે શાળાના આચાર્ય અમરશીભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.