ટંકારા તાલુકાના હરબટીયાળી ખાતે વાકાનેર અને ટંકારાના ખેડુતો માટે ખેડુત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહકારી અગ્રણી જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં અકસ્માતે મુત્યુ પામેલા ખેડૂતોને સહાય ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
શ્રી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો. ઓ બેંક, ધી ગુજરાત સ્ટેટ કો ઓપ બેંક લી અમદાવાદ ઇન્ડિયન ફાર્મસ ફર્ટિલાઇઝર કો ઓ લિમિટેડ ન્યુ દિલ્હી તથા શ્રી હરબટીયાળી જુથ સેવા સહકારી મંડળી ના સંયુક્ત ઉપક્રમે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે વાકાનેર અને ટંકારા ખાતેદારો માટે ખેડૂત શિબિર, અકસ્માત વીમા ચેક વિતરણ અને વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી વર્તમાન ધારાસભ્ય, ચેરમેન શ્રી રાજકોટ ડિસ્ટ્રીક કો.ઓ બેંક તથા ડિરેક્ટર ઇફકો ન્યુ દિલ્હી ના જયેશ રાદડિયા હાજર રહા હતા ઉપરાંત જીલ્લા અગ્રણી મગનભાઈ વડાવીયા, પ્રદીપભાઈ વોરા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ધી ગુજરાત સ્ટેટ કો ઓ બેન્ક અમદાવાદ, વી.એમ સખીયા જનરલ મેનેજર શ્રી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓ બેંક, એન એમ ગજેરા સ્ટેટ માર્કેટિંગ મેનેજર ઇફકો તથા રામજીભાઈ ચંડાત સેવા સહકારી મંડળી હરબટીયાળી સંગઠનના હોદ્દેદારો માર્કેટ યાર્ડ ચેરમેન ભવાનભાઈ ભાગિયા ટંકારા ભાજપની ટીમ ગામના સરપંચ સભ્યો અને ખેડૂતો હાજર રહા હતા.
આ તકે ખેડુત ભાઈઓને ખેડ ખાતર પાણી તેમજ પાકમાં આવતા રોગ જીવાતના નિયંત્રણ માટે કૃષિ તજજ્ઞો દ્વારા શિબિર યોજી માહિતગાર કર્યા હતા. ત્યારબાદ ખેડુત ખાતેદારો જે અકસ્માતમાં મૃત્યુ પામેલા છે એમના પરિવારના સભ્યો ને અકસ્માત વીમા ચેક વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમ અંતે સ્વરૂચી ભોજન સમારંભ યોજાયો હતો
ટંકારા ફોરેસ્ટ વિભાગ દ્વારા આ કાર્યક્રમ વેળાએ લાઈફ સ્કિલ મિશન અંતર્ગત વન મહોત્સવ અને ખેડૂતો માટે વિના મૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જયેશ રાદડિયા સહિતના મહાનુભાવો હસ્તે વુક્ષારોપણ કર્યુ હતું અને વુક્ષ રથ થકી રોપા વિતરણ રેન્જ ફોરેસ્ટ વિભાગ હેઠળ કરવામાં આવ્યુ હતું.