Thursday, December 26, 2024
HomeGujaratટંકારા તાલુકાના હરબટિયાળી ગામે ચાર વિઘા ઘઉં માં આગ લાગી

ટંકારા તાલુકાના હરબટિયાળી ગામે ચાર વિઘા ઘઉં માં આગ લાગી

ટંકારામાં આજે ખેતર માં આગ લાગવાનો બીજો બનાવ સામે આવ્યો છે .જેમાં ટંકારા તાલુકા ના હરબટીયાળી ગામે આવેલ ખેતર માં આગ લાગી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી વિગત અનુસાર ટંકારા ના હરબટીયાળી ગામે આવેલ પરસોત્તમભાઈ રવજીભાઈ સંઘાણી ના ખેતર માં વીજલાઈનના ટીસીમા શોર્ટ સર્કિટ થતા જેના તણખા ખેતર માં ઉભા ઘઉં ના મોલ પર પડ્યા હતા જેને પગલે આગ લાગી હતી આ આગ જોત જોતામાં ચાર કરતા વધુ વિઘા માં ફેલાઈ ગઇ હતી જોકે આગ ને ઓલવવા માટે ગ્રામજનો અને આજુબાજુ ના ખેતરમાલિક દ્વારા ટ્રેક્ટર અને હાથવગા સાધનો દ્વારા પાણી નાખી ને ઓલવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે પ્રયાસ નિસફળ નીવડ્યો હતો અને આજુ બાજુ ના ખેતરમાં પણ આગ ફેલાઈ ગઈ હતી.

અત્રે નોંધનીય છે કે હાલ માં ખેડૂતો ને ઘઉં ના પાક લણવાનો સમય હોય જેથી તૈયાર પાક આગ માં હોમાઈ જતા વધુ એક ખેડૂત ના મો નો કોળિયો છીનવાઈ ગયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!