ટંકારા ગામ પંચાયતની ચૂંટણીને લઈ શાંતિપૂર્ણ માહોલમાં નિર્ભય પુર્વક મતદારો પોતાનો અધિકાર ભોગવે અને શાંતિ સલામતી અને સુરક્ષા સાથે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે હેતુથી આજે ટંકારા પોલીસ દ્વારા શહેરના રાજમાર્ગો ઉપર ફ્લેગ માર્ચ યોજી હતી.
શહેરના મુખ્ય પ્રવેશદ્વાર દેરીનાકા, મેઈન બજાર, દયાનંદ સરસ્વતી ચોક દવાખાના રોડ, નગરનાકા, સોસાયટી વિસ્તાર સહિતના મહોલ્લામાં ટંકારા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી બી.ડી.પરમાર, મહિલા ફોજદાર ગોંડલિયા બેન પોલીસ જમાદાર અને સ્ટાફ સાથે જીઆરડી હોમગાર્ડના ૧૦૦ જેટલા જવાનો સાથે ફ્લેગ માર્ચ યોજી હતી.
તદ્ઉપરાંત, નાઈટ પેટ્રોલીંગ અને નવા પોઇન્ટનો વધારો કર્યો છે. જેના કારણે ચોરી અને આવારા તત્વોમાં ફફડાટ છે કે શુ ? અને શહેરીજનો સંતોષ છે કે કેમ તે અંગે પણ ચર્ચા કરી હતી સાથે ટંકારામા શાંતિ અને સુરક્ષા માટે પોલીસ ખડેપગે છે તેનો અહેસાસ પણ કરાવ્યો હતો. અંતમાં તમામ મતદારો તેનો મતાધિકારનો ઉપયોગ નિર્ભય રીતે કરે એવી અપિલ કરી હતી.