રાજ્ય કક્ષાની વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા કક્ષાએથી રાજ્ય લેવલ સુધી ત્રણ સ્ટેજ માં વાર્તા સ્પર્ધા યોજવામાં આવી હતી. જે ત્રણેય સ્ટેજમાં ટંકારા તાલુકાની જબલપુર પ્રાથમિક શાળામાં ધોરણ ૧ માં અભ્યાસ કરતી પાડલિયા મીશ્રીએ ફાઉન્ડેશનલ સ્ટેજ માં રાજ્ય કક્ષાએ બીજો ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારતા તેના પર અભિનંદન વર્ષા થઇ રહી છે.
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નિપૂણ ભારત મિશન અંતર્ગત આ વર્ષને ગિજુભાઈ બધેકા સાથે જોડીને શાળા કક્ષાથી લઇને રાજ્ય કક્ષા સુધી ત્રણ સ્ટેજમાં બાળ વાર્તા સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં હાલ રાજ્ય કક્ષાની બાળ વાર્તા સ્પર્ધા વડોદરા ના ડાયેટ ખાતે તા. ૧૭ થી ૧૯ માર્ચ સુધી યોજવામાં આવી હતી. જેમાં શાળા કક્ષાએથી લઇને રાજ્ય કક્ષા સુધીની પ્રત્યેક સ્પર્ધામાં ટંકારા તાલુકાની જબલપુર પ્રાથમિક શાળાની ધોરણ ૧ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પાડલિયા મિશ્રી જયેશભાઈએ ફાઉન્ડેશનલ સ્ટેજમાં રાજ્ય કક્ષાએ બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિદ્યાર્થીનીએ રાજ્ય કક્ષાએ બીજું સ્થાન પ્રાપ્ત કરી શાળા પરિવાર, ટંકારા તાલુકા અને મોરબી જિલ્લાને રાજ્ય લેવલે ગૌરવ અપાવ્યું છે. જે બદલ વિદ્યાર્થિની પર અભિનંદન વર્ષા થઇ રહી છે. તેમજ શાળા નાની ઢીંગલીનું ઢોલ – નગારા સાથે ભવ્ય સ્વાગત કરી વિદ્યાર્થિનીને S.M.C, ગુરુજનો, બાળકો અને ગ્રામજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે..