Thursday, January 9, 2025
HomeGujaratટંકારા ખાતે આગામી રવિવારે ટંકારા રઘુવંશી સમાજના તેજસ્વી તારલાઓનો ભવ્ય સન્માન સમારોહનો...

ટંકારા ખાતે આગામી રવિવારે ટંકારા રઘુવંશી સમાજના તેજસ્વી તારલાઓનો ભવ્ય સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાશે

રામધામના સ્વપ્ન દ્રષ્ટા અને વાંકાનેર કુવાડવા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ની વિશેષ ઉપસ્થિતિ કાર્યક્રમને શોભાવશે

- Advertisement -
- Advertisement -

ટંકારા ઉપરાંત વાંકાનેર,મોરબી રાજકોટ,પડધરી,તાલાલા, જસદણ,આમરણ સહિતના લોહાણા મહાજન અગ્રણીઓ ઉપસ્થિત રહેશે : તૈયારીઓનો ધમધમાટ

ટંકારા : આગામી રવિવારને તારીખ 9/7/2023 ના રોજ સમસ્ત ટંકારા રઘુવંશી સમાજના તેજસ્વી તારલાઓનો ભવ્ય સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ ટંકારા લોહાણા મહાજન વાડી ખાતે વિશેષ અગ્રણીઓની ઉપસ્થિતિમાં સાંજે ચાર કલાકથી પ્રારંભ થશે કાર્યક્રમ બાદ સમસ્ત રઘુવંશી પરિવાર ટંકારા તેમજ બહારગામ થી પધારેલ મહાજન અગ્રણીઓ અને આમંત્રિત મહેમાન માટે ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે

રઘુવંશી સમાજના એકમાત્ર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને રામધામના સ્વપ્ન દ્રષ્ટા ના અધ્યક્ષ સ્થાને સરસ્વતી સન્માન સમારોહ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં રામધામના ટ્રસ્ટી શ્રી અશ્વિનભાઈ કોટક – મોરબી, જગદીશભાઈ શેતા – મોરબી ,આનંદભાઈ શેતા – મોરબી ,પરેશભાઈ કાનાબાર- મોરબી ,મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગિરીશભાઈ ઘેલાણી , દીપકભાઈ પોપટ , સમુહ લગ્ન સમિતિ મોરબીના આનંદભાઈ સેતા તેમજ જીનેશભાઈ કાનાબાર , તેજસભાઈ બારા ,જીતુભાઈ પુજારા અલ્પાબેન કક્કડ તથા મોરબીના ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુઝ પેપર ના તંત્રી હિતેશભાઈ કારીયા સહિત અનેક આગેવાનો હાજરી આપશે .વાંકાનેર થી વિનુભાઈ કટારીયા ,ગીરીશભાઈ કાનાબાર ,રાજભાઈ સોમાણી ,અમિત સેજપાલ ,મહેશભાઈ રાજવીર ,વાંકાનેર મહાજન ના પ્રમુખ કાકુબાપા તેમજ વાંકાનેર થી અનેક અગ્રણીઓ હાજરી આપશે .રાજકોટ થી રામધામના ટ્રસ્ટી હસુભાઈ ભગદેવ ,પરેશભાઈ વિઠલાણી ,ભીખાલાલ પાઉ ,પ્રતાપભાઈ કોટક તેમજ રાજકોટ શહેર ભાજપના મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણી તેમજ પ્રીતિબેન પાઉ,મયંકભાઇ પાઉ, મેહુલભાઈ નથવાણી , વિક્રમભાઈ પુજારા, પ્રિતેશ ભાઈ પોપટ અને રાજકોટ થી અનેક સમાજના આગેવાનો હાજરી આપશે સાથે જસદણ થી સોનલબેન વસાણી ,તાલાલા થી અમિતભાઈ ઉનડકટ ,હળવદ થી બકાભાઇ ઠક્કર ,અમદાવાદ થી આર.કે.એમ.ના કેન્દ્રીય પ્રમુખ ડોક્ટર ધર્મેશ ઠક્કર, આર. કે. એમ.ના મહામંત્રી મુન્નાભાઈ ઠક્કર તેમજ તાલાલા થી મહાજન ના આગેવાનો ,પડધરીથી મહાજન ના પ્રમુખ આગેવાનો અને ધ્રોલથી પ્રમુખ તેમજ મહાજન આગેવાનો ,આમરણથી મહાજનના પ્રમુખ અને આગેવાનો હાજરી આપશે સાથે ટંકારા લોહાણા મહાજન ના પ્રમુખ અને ટ્રસ્ટીઓ ની રાહદારી નીચે આ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને રઘુવંશી યુવક મંડળના સભ્યો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેહમત ઉઠાવી રહ્યા છે આ કાર્યક્રમમા સમાજના NURSERY, L. K. G., H. K. G. તથા 1 થી 12 ધોરણ સુધીના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને શીલ્ડ આપી સન્માન કરવામાં આવશે અને સાથે સમાજના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવશે અને સાથે કાર્યક્રમના અંતે પ્રસાદનુ આયોજન કર્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!