Monday, August 11, 2025
HomeGujaratવિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં આદિવાસી ભીલ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં આદિવાસી ભીલ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ

9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગત ૯ ઓગસ્ટના રોજ ટંકારા ખાતે પણ આદિવાસી ભીલ સમાજ દ્વારા આદિવાસી દિવસની “એક તીર એક કમાન સબ આદિવાસી એક સમાન” ના નારા સાથે ભવ્ય શોભાયાત્રા યોજી ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

ગત ૯ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં આદિવાસી ભીલ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. શિસ્ત અને સંયમ સાથે આયોજિત આ રેલીમાં સેંકડો મુળ નિવાસી પોતાના સાંસ્કૃતિક પહેરવેશ અને ઓજારો સાથે જોડાયા હતા. અને ટ્રાફિકને અડચણ ન થાય એવા ઉમદા આશયથી રેલીનું પ્રસ્થાન ડો.આંબેડકર હોલથી કરવામાં આવ્યું હતું, અને શહેરના મુખ્ય માર્ગો પર આ રેલી ફરીને ખિજડીયા ચોકડી પાસે સમાપ્ત થઈ હતી. ગત વર્ષે મોરબી રોડ પર રેલી યોજાઈ હતી, પરંતુ આ વખતે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને માર્ગ બદલાયો હતો. બિરસા મુંડાના ગગનભેદી નારા સાથે જય જોહારના નાદ અને ડી.જે.ના તાલે લોકોએ ઉત્સાહભેર આનંદ માણ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!