Saturday, November 30, 2024
HomeGujaratહળવદ : 'વૃક્ષો વાવો, વરસાદ લાવો' વિષય પર વ્યાખ્યાન યોજાયું

હળવદ : ‘વૃક્ષો વાવો, વરસાદ લાવો’ વિષય પર વ્યાખ્યાન યોજાયું

મોરબી : હળવદ તાલુકાની સરકારી ઉ.મા.શાળા મયુરનગર ખાતે તાજેતરમાં ‘વૃક્ષો વાવો, વરસાદ લાવો’ વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં વૃક્ષના મહત્વ વિશે સમજણ આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

ધો. ૧૧ ના અંગ્રેજી વિષયમાં Females For Forestry એકમમાં જંગલોનું મહત્વ સમજાવતો વિષયાંગ આવે છે. આ એકમમાં સ્વઅધ્યયન તરીકે સ્વાધ્યાય પ્રવૃત્તિના પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદા ના વૃક્ષમંદિર પ્રયોગ વિશે નિબંધ પણ આવે છે. આ વિષય પર સરકારી ઉ.મા. શાળા-મયુરનગર ખાતે ચાડધ્રા પ્રાથમિક શાળાના આચાર્ય ભાવેશભાઈ ચાવડાનુ વ્યાખ્યાન યોજાયુ હતું. ભાવેશભાઈ ચાવડાએ આ તકે સ્વાધ્યાય કાર્યની વેદમંત્રો બોલીને વૃક્ષોની પ્રાણપ્રતિષ્ઠા કરવાની અનોખી રીત વિશે જણાવ્યું હતું.

જંગલોનું મહત્વ પાઠ વિશે યોજાયેલ સ્પેલિંગ ટેસ્ટના વિજેતા વિદ્યાર્થીઓ મકવાણા જાનવી, રંગાડિયા હરિતા, ઝાલા સુમિત્રા, કલોત્રા જાનુ તેમજ બેકડ્રોપ બનાવનાર જાડેજા પુષ્પરાજને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રકૃતિના માનદંડ એવા માઉન્ટ એવરેસ્ટ સર કરનારી અરુણિમા સિંહા વિશે શાળાની વિદ્યાર્થીની રાઠવા લીલા તેરસિંગે વક્તવ્ય આપ્યું હતું. આ તકે પ્રાથમિક શાળાના આચાર્ય ગોહિલ વાઘજીભાઈએ પ્રસંગોચિત ઉદ્દબોધન અને આચાર્ય જયંતિ શંખેશ્વરીયા સરે આભારવિધિ કરેલ હતી. આ કાર્યક્રમનું સંચાલન શાળાના અંગ્રેજી શિક્ષક ડો. મહેશ પટેલે કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!