હળવદના નવજીવન વિકલાંગ સેવાશ્રય ખાતે દિવ્યાંગો માટે દિવ્યાંગ પ્રમાણપત્ર અને યુડીઆઈડી કાર્ડ માટેના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.29 ને શુક્રવારના રોજ સિવિલ હોસ્પિટલ મોરબી અને સમાજ સુરક્ષા મોરબીના સયુક્ત ઉપક્રમે હળવદ તાલુકાનાં દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે કેમ્પ યોજાશે. જેમાં હળવદ તાલુકાનાં દિવ્યાંગ ભાઈઓ બહેનોને દિવ્યાંગ પ્રમાણપત્ર, યુડીઆઈડી કાર્ડ તથા દિવ્યાંગ પ્રમાણપત્ર રિન્યૂઅલ કરવાનું કે કઢાવવાનું બાકી હોય તેવા લાભાર્થીઓએ આધારકાર્ડ, જન્મતારીખનો દાખલો/એલ.સી, પાસપોર્ટ સાઇઝ ફોટો-2, .વિકલાંગતાનું પ્રમાણપત્ર સાથે તા.29 ના રોજ રૂબરૂ હાજર રહેવા અનુરોધ છે.