હળવદમાં આધેડે બેદરકારીના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આધેડ ફોન પર વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક પડી જતા ત્યાંથી પસાર થઇ રહેલ ટ્રેક્ટર નીચે ચગદાઈ જવાથી તેમનું મોત નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, હળવદના નવા માલણીયાદમાં રહેતા જયંતીભાઈ જીવણભાઈ દલવાડી નામના ૫૬ વર્ષીય આધેડ મોબાઈલમાં વાત કરતા કરતા અચાનક પડી ગયો હતો. જેના કારણે ત્યાંથી પસાર થઈ રહેલ ટ્રેક્ટરમાં આવી જતા તેમને સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આધેડને પ્રાથમિક સારવાર મળે તે પહેલા તેમનું કરુણ મોત નીપજ્યું છે. ત્યારે બનાવને પગલે સરકારી હોસ્પિટલ ખાતે દલવાડી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. તેમજ સરકારી હોસ્પિટલના ડોક્ટર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.