હળવદના નવા માલણીયાદમાં રહેતા જયંતીભાઈ જીવણભાઈ દલવાડી નામના ૫૬ વર્ષીય આધેડના આપઘાતના મામલે નવો વળાંક આવ્યો છે. આધેડે લખેલ સુસાઇડ નોટ સામે આવી છે. જેમાં આધેડે વ્યાજખોરોનાં ત્રાસના કારણે આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, હળવદના નવા માલણીયાદ ગામે ગત તા.૨૧ ના રોજ જયંતીભાઈ જીવણભાઈ દલવાડી નામના ખેડૂતે ખેતરમાં ચાલતા ટ્રેકટર હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો હતો. જેની લખેલી એક સુસાઇડ નોટ સામે આવી છે. જેમાં તેણે લાલો બુલેટના ગેરેજ વાળો, છગન રામજી ભુવા, ઘનશ્યામ ગઢવી, ચંદ્રેશ પટેલ, ભરતસિંહ નાડોદા રાજપૂત (ક્રોસ રોડ), ડો.પી.પી.(માલનીયાદ), અશ્વિન રબારી(ધ્રાંગધ્રા), પટેલ ધીરુભાઈ નાનજીભાઈ (નિકોલ,અમદાવાદ), મહિપતસિંહ મૂળી વાળાના નામનો ઉલ્લેખ કરાયો છે. આ નવેય શખ્સો વારંવાર મારી નાખવાની ધમકી આપતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ પોતાના ઘરમાં કોઈ કલેશ ન હોવાની વાત સુસાઇડ નોટમાં જણાવી હતી. જોકે પરિજનોએ બે દિવસ બાદ પોલીસને દેણા બાબતે જણાવતા પોલીસે સુસાઈડ લખાણની ખરાઇ કરવા નોટ એફ.એસ.એલમાં મોકલી આપેલ છે. તેમજ એફ.એસ.એલ. રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે તેવું પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.