Monday, January 13, 2025
HomeGujaratહળવદમાં ભુગર્ભના મરામતનું કોન્ટ્રેક્ટ ધરાવતા કોન્ટ્રેક્ટરને કામગીરીમાં ઘોર બેદરકારી બાદલ નોટિસ પાઠવાઈ

હળવદમાં ભુગર્ભના મરામતનું કોન્ટ્રેક્ટ ધરાવતા કોન્ટ્રેક્ટરને કામગીરીમાં ઘોર બેદરકારી બાદલ નોટિસ પાઠવાઈ

હાલ ચોમાસાનું સીઝન ચાલુ હોવાથી સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે નદી-નાળાઓ છલકાઈ ગયા છે. ત્યારે હળવદમાં પણ અલગ-અલગ વિસ્તારોમાં નાળાઓ અંગે નગરપાલિકામાં રાવ કરવામાં આવી છે. જેને લઈ નાગપાલિકાનું ભુગર્ભના મરામત અને નિભામણીનું કોન્ટ્રાકટ ધરાવતા શ્રી કુમાર એન્જીનીયરીંગ વર્કસ કુમાર એસ્ટેટને કામગીરીમાં ઘોર બેદરકારી રાખવા બાદલ નોટિસ પાઠવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ નગરપાલિકાનાં ચીફ ઓફીસર દ્વારા નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે, કોન્ટ્રાક્ટરના કોન્ટ્રાકટની જેની મુદ્દત તા.૭/૪/૨૦૨૨ ના રોજ પૂર્ણ થઇ હતી જે બાદ તેમને તા.૭/૪/૨૦૨૨ થી નવો એફ્ટેન્શન વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતો.પરંતુ તેમને સોંપવામાં આવેલ કામગીરીમાં છેલ્લા ઘણા સમયથી ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનું નગરપાલિકા દ્વારા જણાવ્યું હતું અને વધુમાં કહ્યું હતું કે, હળવદ શહેરી વિસ્તારમાંથી વિવિધ સ્થળેથી મોટા પ્રમાણમાં ગટરની ફરીયાદો આવે છે. અને આ ગટરની ફરીયાદોનો કોન્ટ્રાક્ટર દ્વારા સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવતો નથી. જેના કારણે શહેરી પ્રજાને ખુબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. જેથી શહેરીજનો તથા જે તે વોર્ડ ના સદસ્યોની મોટાપ્રમાણમાં ભુગર્ભ ગટર બાબતે ફરીયાદો નગરપાલિકામાં આવી રહી છે. તેમજ વર્તમાનપત્રોમાં આ બાબતે ગટર ઉભરાવાની ફરીયાદોના વ્યાપક સમાચાર છપાય છે. તેમ છતા આવી ફરીયાદોનો નિકાલ કોન્ટ્રાક્ટરના સ્તરેથી કરવામાં આવતો નથી અને કોન્ટ્રાક્ટર ઘોર બેદરકારી દાખવી શહેરીજનોનાં આરોગ્ય સાથે ચેડા કરી રહયા છે. તેમ જણાવી આને એક ગંભીર બાબત જણાવી હતી. તેમજ કોન્ટ્રાક્ટરને સોંપાયેલ કામગીરી સમયસર પૂર્ણ કરવા જણાવ્યું હતું અને જો આવું નહીં થાય તો નક્કી કરાયેલ બીલમાંથી ૧૦% રકમ કપાત કરવામાં આવશે તેવી નગરપાલિકા દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી. અને કોન્ટ્રાક્ટરની ડિપોઝીટ જપ્ત કરવા તથા તેને બ્લેક લીસ્ટમાં મુકવાની કાર્યવાહી કેમ ન કરવી ?તે બાબતની રૂબરૂ લેખિતમાં ત્રણ દિવસમાં સ્પષ્ટતા કરવા જાનવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!