સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં ઘણા વર્ષોથી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. જેનાથી ગરીબ અને સામાન્ય વર્ગના સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર માઠી અસર પડી રહી છે. જેથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સાયક યોજના રદ કરી કાયમી શિક્ષકની ભરતી કરવા TET-TAT પાસ ઉમેદવારો દ્વારા ભગવાન રામદેવ પીર ને આવેદન પત્ર પાઠવીને સરકાર પાસે માંગ કરવામાં આવી છે.
સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં ઘણા વર્ષોથી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. જેનાથી ગરીબ અને સામાન્ય વર્ગના સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર માઠી અસર પડી રહી છે.તેમજ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકની ભરતી કરવાને બદલે માસના કરાર આધારિત જ્ઞાન સાચક યોજના દાખલ કરેલ છે. જે ખૂબ જ અન્યાયી છે. વર્ષોના અભ્યાસ બાદ તાલીમ પામેલા B.ed અને PTC થયેલા ઉમેદવારો છેલ્લા ૬ વર્ષથી કાયમી ભરતીની રાહ જોઈને બેઠા છે જે સરકાર દ્વારા નિયત શૈક્ષણિક લાયકાત ઉપરાંત TET અને દ્વિસ્તરીય TAT પરીક્ષા પણ પાસ થયેલા ઉમેદવારો છે. આવા હજારો તાલીમાર્થી ઉમેદવારો માટે આ જ્ઞાન સહાયક યોજના અન્યાય કર્તા છે. તો સત્વરે આ યોજના રદ કરી કાયમી શિક્ષકોની ભરતી વિદ્યાર્થી અને વાલીઓના હિતમાં કરવામાં આવે એવી બધા ઉમેદવારો દ્વારા હળવદના નકળંગ ધામ ખાતે ભગવાન રામદેવપીર ને આવેદનપત્ર પાઠવી ગુજરાત સરકારને વિનંતી કરવામાં આવી છે.