ટંકારાને ગામ પંચાયત માંથી તાજેતરમાં નગરપાલીકા નો દરજ્જો આપવામાં આવ્યો છે. જેના વિરોધમાં સામાજીક આગેવાન હબીબ ઈશાભાઈ અબ્રાણીના નેજા હેઠળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અને માંગ કરવામાં આવી રહીં છે કે ટંકારા ને તાલુકાની સુવિધા મળી નથી કે વસ્તીની દ્રષ્ટિએ પણ ટંકારા નગર પાલિકા ન બની શકે તેથી સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય વિરૂદ્ધમાં મહાસભા યોજી વિશાળ રેલી સ્વરૂપે મામલતદારને આવેદન પત્ર પાઠવી ટંકારા નગર પાલિકા રદ કરવા માંગ કરવામાં આવશે. જેમાં ટંકારાવાસીઓને ઉમટી પડવા વિનંતી કરવામાં આવી છે.
સામાજીક આગેવાન હબીબ ઈશાભાઈ અબ્રાણીના નેજા હેઠળ તમામ નગરજનોને જોડાવવા અપિલ
તાજેતરમાં જ ટંકારાને ગામ પંચાયત માથી ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેને રદ કરવા માટે આગામી તા. 21/4/2025 સોમવારેના રોજ ટંકારાના સામાજીક આગેવાન હબીબ ઈશાભાઈ અબ્રાણીના નેતૃત્વમાં ટંકારા ગામ સમસ્ત ને જોડાવા અપીલ કરવામાં આવી છે. ટંકારા પૂરતો તાલુકાની સુવિધા પણ આપી શક્યા માંથી તેમજ ટંકારા વસ્તી દ્રષ્ટિએ પણ ટંકારા નગરપાલિકા થતી નથી. ત્યારે સરકાર દ્વારા પ્રજા વિરુદ્ધ લેવાયેલ નીર્ણય સામે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 21/04/25 ને સોમવારે સવારે 10 વાગ્યે લતીપર ચોકડી ખાતે ઓવરબ્રિજથી મહારેલી શરૂ થઈ દેરીનાકા રોડથી મેઈન બજાર, મોરબી નાકેથી મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદન પાઠવવામાં આવશે. જે તકે ટંકારા ગ્રામજનો તેમજ વેપારીમિત્રો પોતાના ધંધા રોજગાર બંધ રાખી મહારેલીમાં જોડાય તેવી વીનંતી કરવામાં આવી છે…