Saturday, April 20, 2024
HomeGujaratટંકારામાં આરોગ્ય સબ સેન્ટર ખાતે કોગ્રેસ ટીમ દ્વારા રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાયો

ટંકારામાં આરોગ્ય સબ સેન્ટર ખાતે કોગ્રેસ ટીમ દ્વારા રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાયો

100 લોકોમાંથી માત્ર 7 પોઝિટિવ : કાલે રવિવારે ટંકારા શહેરમાં ડોર ટુ ડોર રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાશે

- Advertisement -
- Advertisement -

ટંકારા : ટંકારામાં કોરોનાના હાહાકાર વચ્ચે શહેરના ઉગમણા નાકા પાસે આવેલા આરોગ્ય સબ સેન્ટર ખાતે ગઈકાલે શુક્રવારે સવારે 10થી 1 વાગ્યા દરમિયાન કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પ યોજાયો હતો. જેમાં બહુ ઓછા લોકો પોઝિટિવ આવતા હાલની પરિસ્થિતિ આંશિક રાહત થઈ છે. જ્યારે કાલે રવિવારે ટંકારા શહેરમાં ડોર ટુ ડોર રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાશે.

ટંકારાના મુખ્ય સ્મશાન સામે પટેલ સમાજની વાડી નજીક આવેલા આરોગ્ય સબ સેન્ટરમા મેડિકલ ટિમ દ્વારા ટંકારા ધારાસભ્ય લલિત કગથરા અને ટંકારા કોંગ્રેસ પ્રમુખ ભુપત ગોધાણીના સહયોગથી કોરોના રિપીટ ટેસ્ટ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પમાં 100 જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી માત્ર 7 લોકોનો રીપોર્ટ પોઝિટિવ આવતા હાલની પરિસ્થિતિ થોડી રાહત થઈ છે. જ્યારે આવતીકાલે રવિવારે પણ ટિમના સભ્યો દ્વારા ટંકારા શહેરના મુખ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર ટેસ્ટ કેમ્પ યોજાશે. તેવું જીલ્લા પંચાયતના સદસ્ય ભુપત ગોધાણીએ જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!