ટંકારા જામનગર ને જોડતા રતીપર હાઇવે પરથી મિનરલ વોટર ભરેલ છોટા હાથી ખાખરા ગામના પાદરે આવેલ આજી નદીના રાજાશાહીના સાકળા પુલિયા પરથી પસાર થતું હતું. તે દરમિયાન ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ૫૦ ફૂટ નીચે છોટા હાથી ખાબક્યું હતું. જો કે ડ્રાઈવરનો બચાવ થતાં ગાડીની બોનેટ પર બેસી ફાકી બનાવતો હોય તેવો વિડીયો પણ વાઇરલ થયો છે.
ટંકારા જામનગરને જોડતા રતિપર હાઇવે પર મિનરલ વોટર ભરેલ છોટા હાથીના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ખાખરા ગામના પાદરે આવેલ આજી નદીના રાજાશાહીના સાકળા પુલિયા પરથી પસાર થતી વખતે કાબૂ ગુમાવતા છોટા હાથી ઉછળી ૫૦ નીચે ખાડામાં પડતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જો કે પાણી ભર્યું હોવાથી જાનહાનીનો બનાવ બનવા પામ્યો ન હતો. અને ડ્રાઈવર પણ બચી જતાં અંતે ગાડીની બોનેટ પર બેસી ફાકી બનાવતો હોય તેવો વિડીયો પણ વાઇરલ થયો હતો. ત્યારે રાજાશાહી સમયમાં સાકળા પુલિયાને કારણે અનેક વખત અકસ્માતો સર્જાય છે.ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે નવું પુલિયું બનાવી પહોળાઈ વધારવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.