Saturday, January 17, 2026
HomeGujaratટંકારા તાલુકાના મોટા ખિજડીયા ગામના વતની સૈનિકએ બ્લેક કમાન્ડો (CRPF QAT) સ્પર્ધામાં...

ટંકારા તાલુકાના મોટા ખિજડીયા ગામના વતની સૈનિકએ બ્લેક કમાન્ડો (CRPF QAT) સ્પર્ધામાં જમ્મુ-કાશ્મીર ઝોનમાં પ્રથમ સ્થાન મેળવ્યું

ટંકારા તાલુકાના મોટા ખિજડીયા ગામના વતની અને દેશસેવામાં તત્પર ફોજી જવાન ધર્મરાજસિંહ રણવિરસિંહ ઝાલાએ સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે. શ્રીનગર સેક્ટરની ટીમ તરફથી બ્લેક કમાન્ડો (CRPF – Quick Action Team [QAT]) સ્પર્ધામાં ભાગ લઈને તેમણે ઇન્ટર સેક્ટર લેવલે જમ્મુ-કાશ્મીર ઝોનમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. હવે તેઓ આગામી ૨૦ જાન્યુઆરીએ દિલ્હી/ગુડગાંવ (હરિયાણા) ખાતે યોજાનારી ઇન્ટર ઝોન સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

આ સ્પર્ધા CRPF ના સૌથી કુશળ અને સક્ષમ કમાન્ડોઝની કાર્યક્ષમતા, શારીરિક ક્ષમતા, માનસિક દૃઢતા તથા યુદ્ધકૌશલ્યની પરખ કરવા માટે આયોજિત થાય છે. જેમાં દેશભરના વિવિધ સેક્ટર અને ઝોનમાંથી શ્રેષ્ઠ ટીમો ભાગ લે છે.બ્લેક કમાન્ડો (QAT) સ્પર્ધામાં કુલ 3 મુખ્ય ઇવેન્ટ હોય છે : ફાયરિંગ ઇવેન્ટ

જેમાં નિશાનબાજી, ચોકસાઈ, ઝડપ અને સ્ટ્રેસ કન્ડિશનમાં શૂટિંગ કરવાની ક્ષમતા ચકાસવામાં આવે છે. ફિઝિકલ ટેસ્ટ

A. 10 કિલો વજન અને હથિયાર સાથે 10 કિ.મી. દોડ

B. 2.4 કિ.મી. દોડ સાથે 50 કિલોનું સ્ટ્રેચર (ઘાયલ જવાનનું પ્રતિકરૂપ) ઉઠાવી, સાથે 10 કિલો વજન અને હથિયાર

C. 1 કિ.મી. ઓબ્સ્ટિકલ રન

– આ તમામ પરીક્ષાઓમાં જવાનની સહનશક્તિ, તાકાત, ઝડપ અને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં કાર્ય કરવાની ક્ષમતાનો કડક પરિક્ષણ લેવાય છે.

જોઇન્ટ ઓપરેશન

– ટીમવર્ક, સ્ટ્રેટેજી, લાઈવ ઓપરેશન જેવી પરિસ્થિતિમાં સંકલન અને નેતૃત્વ કૌશલ્યનું મૂલ્યાંકન થાય છે.

દરેક ટીમમાં કુલ 22 જવાનો હોય છે. સ્પર્ધાની પ્રક્રિયા ત્રણ તબક્કામાં યોજાય છે :

પ્રથમ બટાલિયન લેવલ,

પછી ઇન્ટર બટાલિયન લેવલ (જે શ્રીનગર ખાતે યોજાઈ હતી),

અને ત્યારબાદ ઇન્ટર સેક્ટર લેવલ (જે નગરોટા, જમ્મુ ખાતે યોજાઈ હતી).

આ ઇન્ટર સેક્ટર સ્પર્ધામાં શ્રીનગર સેક્ટરની ટીમ તરફથી ભાગ લઈને ધર્મરાજસિંહએ CRPF 132 બટાલિયન ટીમને ઝોનમાં પ્રથમ સ્થાન અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ જીતના પરિણામે હવે તેઓ ઇન્ટર ઝોન સ્પર્ધામાં જમ્મુ-કાશ્મીર ઝોનનું પ્રતિનિધિત્વ કરશે, જે ગુડગાંવ (હરિયાણા) ખાતે યોજાનાર છે.

ધર્મરાજસિંહ ઝાલાની આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ મોટા ખિજડીયા ગામ, ટંકારા તાલુકા અને સમગ્ર મોરબી જિલ્લામાં ગૌરવની વાત છે. તેમનું આ પ્રદર્શન યુવાનો માટે પ્રેરણાસ્રોત બનશે અને દેશસેવાની ભાવનાને વધુ મજબૂત કરશે.

ગ્રામજનો, પરિવારજનો તથા સમગ્ર વિસ્તાર તરફથી ધર્મરાજસિંહ રણવિરસિંહ ઝાલાને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે અને ઇન્ટર ઝોન સ્પર્ધામાં પણ તેઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી દેશનું અને ગુજરાતનું નામ ઉજાગર કરે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!