Thursday, January 2, 2025
HomeGujaratટંકારાના રોહીશાળા ગામે ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

ટંકારાના રોહીશાળા ગામે ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

અખીલ બ્રહ્માંડના નાથ એવા પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન તથા નિલકંઠ ભોમેશ્વર મહાદેવના શુભ આર્શીવાદથી સમસ્ત શ્રી રોહીશાળા ગામ દ્વારા શ્રી રામજી મંદિર અને શ્રી શિવજી મંદિરની ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠાનુ આયોજન સંવત-૨૦૮૦ પોષ સુદ ૧૨ ને સોમવાર તા. ૨૨-૦૧-૨૦૨૪ ના રોજ યોજવામાં આવશે. જે કાર્યક્રમમાં ઉપસ્થિત સહ પરિવાર આમંત્રણ પાઠવાયું છે.

- Advertisement -
- Advertisement -

આર્શીવાદથી સમસ્ત શ્રી રોહીશાળા ગામ દ્વારા શ્રી રામજી મંદિર અને શ્રી શિવજી મંદિરની ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠાનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૧૯/૦૧/૨૦૨૪ના રોજ ગણપતી પુજન, દેહ શુધ્ધિ, નાન્દી શ્રધ્ધા, ધાન્યાધી વાસ દાતા શ્રી ધનસુખભાઈ નાનજીભાઈ ટાંકના ઘરે ગોપી મંડળનો પ્રોગ્રામ યોજવામાં આવશે. તા.૨૦-૦૧-૨૦૨૪ના રોજ ગણપતી પુજનમ, સુર્ય અર્ધ મંડપ માતૃકા પુજનમ,મંડપ પ્રવેશ, ગૌરીયાહી માતૃકા પુજનમ, પુણ્યહ વાચનમ, સ્થાપીત દેવતા પુજનમ,આચાર્યાદી રુત્વીક વરણમ, ગ્રહ સ્થાપનમ, અગ્નિ સ્થાપનમ,ગ્રહ હોમ,સ્થાપીત દેવતા હોમ તેમજ ૦૩ થી ૦૫ વાગ્યા સુધી નગરયાત્રા સાયન આરતી, શૈયાધીવાસ કાર્યક્રમ યોજશે તેમજ તા. ૨૧/૦૧/૨૦૨૪ ના રોજ ગણપતી પુજનમ, જલ યાત્રા સ્થાપીત પુજનમ, પ્રસાદ વાસ્તુ, પુષ્પાધીવાસ જલાધીવાસ,પ્રસાદદીક્ષુ હોમ, સ્થાપીત દેવતા હોમ અને સાયન આરતી કરવામાં આવશે. તેમજ ત્રિજા દિવસે ગણપતી પુજનમ, સ્થાપીત દેવતા પુજનમ, પ્રધાનહોમ, શાંતિક પૌષ્ટિક હોમ, મુર્તીન્યાસ શિખરાભિષેક, સ્નપનમ, ૧૦૮ ઔષધી મુર્તિ સ્નપનમ પ્રસાદ સ્નયનમ, ૦૧:૩૦ કલાકે પ્રતિષ્ઠા અભીજીત મુર્હત, મુર્તી મહાપુજા અને ૫:૦૦ કલાકે પૂર્ણાહુતિ અને સાંજે ૦૫:૩૦ કલાકે મહાઆરતી યોજવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ મહોત્સવના આચાર્ય પદે રોહીશાળા વાળા શાસ્ત્રી આચાર્ય પ્રિતેશ મહારાજ રહેશે. તેમજ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દરરોજ મહાપ્રસાદનું અયોજન દાતાઓના સહયોગથી કરવામાં આવ્યુ છે. ત્રિ-દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મુખ્ય યજમાન ડેનીશ મહેશભાઈ સવસાણી, ધવલ મહેશભાઈ સવસાણી, ધ્રુવભાઈ રમેશભાઈ સવસાણી રહેશે. જ્યારે શંકર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાન અરવિંદભાઈ લક્ષ્મણભાઈ કંકાસણીયા, ભાવેશભાઈ લક્ષ્મણભાઈ કંકાસણીયા અને કિશોરભાઈ લક્ષ્મણભાઈ કંકાસણીયા રહેશે. તેમજ કાર્યક્રમમાં અલગ અલગ વસ્તુઓ પણ દાતાઓ દ્વારા આપવામાં આવી છે. જે મહોત્સવ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર ૧૦૦૮ સ્વામી શ્રી હરીહરાનંદ ભારતી બાપુ ભારતી આશ્રમ જુનાગઢ,શિવરામ દાસજી સાહેબ (શ્રી મહામંડલેશ્વર કબીરધામ મોરબી),શ્રી હરિકાંત મહારાજ (શ્રી સુરભી ગૌસેવા આશ્રમ-હમીરપર),શ્રી જસમત ભગત (શાંતી આશ્રમ -અણદા),શ્રી દામજી ભગત (નકલંક ધામ-બગથળા),મહંત શ્રી ભાનુપ્રસાદ ગોર (શ્રી માનસ હનુમંત ધામ-કટારીયા),મહંત શ્રી કનૈયાલાલ બાપુ (ચિત્રકુટ હનુમાન મંદિર કિશાનપરા ચોક, રાજકોટ),શ્રી પુરાણી મહાત્મા સ્વામી, શ્રી દર્શન પ્રિય સ્વામી (શ્રી સ્વામિનારાયણ વિધાર્થી ભુવન ગુરુકુળ-સુરેન્દ્રનગર), મહંત શ્રી ઓમકારેશ્વર નાથ (સુરેશ્વર મહાદેવ મંદિર-જાલસીકા) મહંત શ્રી રતનપુરીજી કેદારપુરીજી (શ્રી રાણાબાપા આશ્રમ-માથક),મહંત શ્રી કિશનભગત દેવાભગત ગોલતર (શ્રી મચ્છુ માતાજીની જગ્યા-મોરબી),મહંત શ્રી ગોપાલ ભગત જોધા ભગત(નકલંક મંદિર – સોભલા) અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. તેમજ ૨૦ અને ૨૧ તારીખના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ દાતાના સહયોગથી યોજવામાં આવશે. જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા સમસ્ત રોહીશાળા ગ્રામ પરિવાર દ્વારા તમામ લોકોને સમગ્ર પરિવાર સાથે ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!