હળવદ ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા એ નમૅદા કેનાલમાં પાણી છોડવા માટે સીએમને રજૂઆત કરતા ખરા સમયે જ નર્મદા કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ
હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા હંમેશા લોકો માટે દોડતા રહ્યા છે, ખેડુતોની જીવાદોરી સમાન નર્મદા કેનાલ માં પાણી છોડવા માટે સીએમને રજૂઆત કરી હતી જે અનુસંધાને નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.
હળવદ અને ધાંગધ્રા તાલુકાના ખેડૂતોઓ ની સુખાકારીમાં વધારો થાયો છે.તેના માટે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સ્થાનીક આગેવાન મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી.પુવૅ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે આ બંને તાલુકાની જીવાદોરી સમાન નર્મદા કેનાલ માં પાણી છોડાતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
હળવદ ધ્રાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા એ જણાવ્યું હતું કે હાલમાં ખેડૂતોને વાવણી કરવા માટે પાણીની તાતી જરૂરિયાત હોય તેથી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને નર્મદા કેનાલમાં પાણી છોડવા માટે રજૂઆત કરી હતી જે અન્વયે હળવદ ધ્રાંગધ્રા નર્મદા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડતા ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં પાણી આવતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે. હળવદ ધાંગધ્રા તાલુકાના ખેડૂતોઓ એ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.